બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ખ્યાતિ હોસ્પિટલને PMJAY યોજનામાંથી કરાઇ બ્લેક લિસ્ટ, ટૂંક સમયમાં જાહેર થશે નવી SOP

કાર્યવાહી / ખ્યાતિ હોસ્પિટલને PMJAY યોજનામાંથી કરાઇ બ્લેક લિસ્ટ, ટૂંક સમયમાં જાહેર થશે નવી SOP

Last Updated: 10:42 PM, 13 November 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં બનેલ ઘટનાને પગલે આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે ગાંધીનગર ખાતે સર્વગ્રાહી સમીક્ષા બેઠક કરીને કડક કાર્યવાહી કરવા સૂચના આપી

અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં બનેલી ઘટના સંદર્ભે આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ધનંજય દ્વિવેદીએ દુ:ખ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, આ ઘટનાની સરકારે ગંભીરતાથી નોંધ લીધી છે. આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલના અધ્યક્ષસ્થાને આજે ગાંધીનગર ખાતે મળેલી સમીક્ષા બેઠકમાં સમગ્ર ઘટનાની વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. મંત્રી દ્વારા આ ઘટનામાં જવાબદાર કોઈને પણ છોડવામાં આવે નહીં અને આ હોસ્પિટલના માલિક, સંચાલકો, તબીબો સહિતના લોકો વિરુદ્ધ રાજ્ય સરકાર દ્વારા કડકમાં કડક પગલાં લેવામાં આવે તેવી સૂચના આપવામાં આવી હતી

. વધુ વિગતો આપતા દ્વિવેદીએ ઉમેર્યુ હતું કે, તા. 12 નવેમ્બરના રોજ આરોગ્ય વિભાગ દ્વારા યુ.એન.મહેતાના કાર્ડિયોલોજીસ્ટ, સોલા સિવિલ હોસ્પિટલના તજજ્ઞો તેમજ PMJAY-મા યોજના હેઠળની SAFU(સ્ટેટ એન્ટી ફ્રોડ યુનિટ)ના તપાસ સમીતિની રચના કરાઇ હતી.

PMJAYની માર્ગદર્શિકા અનુસાર કાયમીપણે હોસ્પિટલને કરાઈ બ્લેક લિસ્ટ

અમદાવાદ સ્થિત ખ્યાતી હોસ્પિટલને પી.એમ.જે.વાય-મા યોજનાની માર્ગદર્શિકા અનુસાર કાયમીપણે બ્લેકલીસ્ટ કરવામાં આવી છે. આ ઘટના સંદર્ભે ખ્યાતિ હોસ્પિટલ સાથે જોડાયેલ ડૉક્ટર રાજ્યની અન્ય કોઈ પણ હોસ્પિટલમાં કામ કરી શકશે નહી. હોસ્પિટલના માલિક, ટ્રસ્ટી અને અન્ય હોસ્પિટલ સાથે સંલગ્ન હશે તો તે હોસ્પિટલની પણ PMJAY માન્યતાની ચકાસણી કરી તેમના વિરુદ્ધ પગલાં લેવામાં આવશે. હોસ્પિટલના માલિક અને એમ્પેન્લમેન્ટ ડૉક્ટર વિરૂધ્ધ ભારતીય ન્યાય સહિતા(BNS) ની કલમ 100, 105, 336 અને 61 સહિતની અન્ય કલમો અન્વયેની સરકાર તરફથી પોલિસ ફરિયાદ કરવામાં આવશે. આ ઘટના સાથે સંકળાયેલા ડૉક્ટર વિરૂધ્ધ જરૂરી પગલાં લેવા માટે Gujarat Medical Councilને સુચના આપવામાં આવશે. વઘુમાં હોસ્પિટલમાં અગાઉ થયેલ Cardiologyના કેસોની પણ ચકાસણી કરાશે તેમ સચિવે વિગતો આપતા જણાવ્યું હતું.

'SOP તૈયાર કરવાનું પણ નક્કી કરવામાં આવ્યું'

સચિવે વધુમાં ઉમેર્યુ કે, 'મંત્રીની સૂચનાને પગલે પી.એમ.જે.એ.વાય.-મા યોજના અંતર્ગતની મુખ્ય પાંચ ઇમરજન્સી સર્જરીના વ્યવસ્થાગત મજબૂતીકરણ માટેની SOP(Standred Operating Procedure) તૈયાર કરવાનું પણ નક્કી કરવામાં આવ્યું છે. જે મુજબ પ્રાથમિક તબક્કે કાર્ડિયોવાસ્યુકર સર્જરી સંદર્ભે PMJAY એમ્પેલન્ડ હોસ્પિટલમાં Cardiology અને Cardiovascular Surgery Speciality બન્ને હોય તો જ Cardiology Package માટે માન્યતા (સિવાય કે Heart Attackના કિસ્સામાં Primary Angioplasty કરવાની જરૂર હોય) આપવામાં આવશે. Cardiology Speciality અંતર્ગત ડૉકટરે કામગીરી કરવા માટે ફુલ ટાઈમ Cardiologist જરૂરી છે વધુમાં ડોક્ટર Post DM/MCH 2 વર્ષનો અનુભવ ફરજીયાત રહેશે. Cardiology પેકેજ માટે કેથલેબ ઉપરાંત Cardiac OT ફરજીયાત રહેશે. Visiting Cardiologist અથવા Cardiovascular Surgeonને PMJAY અંતર્ગત માન્યતા મળશે નહીં. આ ઉપરાંત Clinical Establishment Act અન્વયે ચોક્કસ Procedure માટે 'Informed Consent' અંગેની ચોક્કસ જોગવાઈઓ દાખલ કરવામાં આવશે. PMJAYના High Package વોલ્યુમના દાવાઓના મોનેટરીંગ માટે વધારાના સુપર સ્પેશ્યાલિસ્ટની સેવા લેવામાં આવશે. આ SOP સંદર્ભેની માહિતી ટુંક સમયમાં આરોગ્ય વિભાગ દ્વારા પ્રસારિત કરવામાં આવશે.વધુમાં અન્ય ઇમરજન્સી પ્રોસિજરને લગતી SOP પણ બનાવીને રજૂ કરાશે'.

PROMOTIONAL 12

આ પણ વાંચો: પશુપાલકોના હિતમાં ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય, મળશે વીમા કવચનો ફાયદો, જાણો ક્યારથી

દ્વિવેદીએ પ્રધાનમંત્રી જન આરોગ્ય મા – યોજના હેઠળની SAFU(સ્ટેટ એન્ટી ફ્રોડ યુનિટ) દ્વારા કરવામાં આવેલ કામગીરી સંદર્ભે જણાવ્યું હતું કે, એક વર્ષમાં 95 હોસ્પિટલની મુલાકાત કરવામાં આવી. જેમાંથી પાંચ હોસ્પિટલને સસ્પેન્ડ પણ કરાઇ. તેમજ રૂ.20 કરોડથી વધુની રકમની પેનલ્ટી પણ કરવામાં આવી છે. 1024 લાભાર્થીઓની રૂ. 44 લાખ જેટલી રકમ પાછી આપવામાં આવી હોવાનું તેમણે ઉમેર્યુ હતુ.

બધાજ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/ એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Khyati Hospital Ahmedabad Khyati Hospital Scam Health Department Action
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ