બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / રાજકોટ / ખ્યાતિ હોસ્પિટલનો વધુ એક કાંડ છતો! રાજકોટના દર્દીનું પણ એન્જીયોગ્રાફી બાદ થયું હતું મોત, મૃતકના દીકરાએ ઠાલવી વેદના
Last Updated: 04:40 PM, 12 November 2024
અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલનું ગુનાહિત કૃત્યથી સમગ્ર તબીબી જગતમાં ચકચાર મચી જવા પામી છે. અહીં દર્દી હોસ્પિટલના પગથિયા ચડતા પહેલા સો વાર વિચાર કરે તેવું કારસ્તાન ઝડપાયું છે. આ ગુજરાતની એવી હોસ્પિટલ છે જ્યાં સરકારની આયુષ્માન યોજના અભિશાપ સાબિત થઈ છે. ત્યારે આ કહેવાતી હોસ્પિટલ અને 'મોતઘર'નો વધુ એક બાદ એક ઘટસ્ફોટ કહો કે, બેદરકારીના કિસ્સા સામે આવી રહ્યાં છે.
ADVERTISEMENT
રાજકોટનો પરિવાર પણ આ હોસ્પિટલનો ભોગ બનેલો
ADVERTISEMENT
ફ્રી સારવારના નામે આ હોસ્પિટલે શરૂ કરેલો ધંધાદારી વેપલો અને તબીબી જગતને કલંક કરવાનું કામ સાથો સાથ ગરીબોની જિંદગીને રમત સમજીને લોકોના જીવ લેવાનું કામ કર્યું હોય તેવો પ્રાથમિક દષ્ટ્રી જોવા મળી રહ્યું છે. ત્યારે આ 'મોત'ની ખ્યાતિ કહેવાતી હોસ્પિટલની બેદરકારીનો એક બાદ એક કિસ્સો સામે આવી રહ્યો છે. 16 જૂન 2024ના રોજ રાજકોટના નરશીભાઈ કાનજીભાઈ પટેલ પણ આજ હોસ્પટલમાં દાખલ થયા હતા અને જેમનું તારીખ 18 જૂનના રોજ મોત નિપજ્યું હતું.
(મૃતકની તસવીર)
16 જૂન હોસ્પિલમાં દાખલ કર્યો અને 18 જૂને......મૃત્યુ
આ કિસ્સાની વિગતે વાત કરીએ તો રાજકોટના મધ્યમ પરિવારના નરશીભાઈને 16 જૂનના રોજ હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. જેમની સારવાર ડૉક્ટર જીત બ્રહ્મભટ્ટ નામના તબીબ દ્વારા કરાઈ હતી. આ તમામ સારવાર અમૃતમ કાર્ડ મારફતે કરવાનું હોસ્પિટલ દ્વારા પહેલા જણાવવામાં આવ્યું હતું. બાદમાં દર્દીના સગા પાસેથી 18 હજાર રૂપિયા એન્જીયોગ્રાફી નામે ખંખેરી લીધા હતા. એટલું જ નહી આ એન્જીયોગ્રાફી પણ દર્દીના સગાને જાણ કર્યા વિના જ કરી હતી. ત્યારબાદ 18 જૂનના રોજ તેમનું મૃત્યુ થયું હતું. ત્યારે હવે જેમ જેમ આ હોસ્પિટલના કારસ્તાન સામે આવી રહ્યાં છે. તેમ તેમ વિવિધ પરિવારો પોતાની સાથે હોસ્પિટલે કરેલા જુલમ અને પરિવારના સભ્યોના જીવ સાથે રમત રમી હોય તેવા ખુલ્લા આક્ષેપો કરી રહ્યાં છે.
મૃતકના દીકરાએ શું કહ્યું ?
મૃતકના દિકરા વિશાલ પટેલે મીડિયા સમક્ષ ખુલ્લા આરોપ કરતા કહ્યું કે, મારા પિતાને 16 તારીખે હોર્ટ સંબંધિત ઈસ્યું લાગ્યો એટલે અમે ખ્યાતિમાં દાખલ કર્યા હતાં. ત્યારબાદ અમારી પરિમિશન વિના જ એન્જીયોગ્રાફી કરી દીધી હતી. આમ 18 તારીખે એમનું અવસાન થઈ ગયું હતું, હોસ્પિટલની બેદરકારી કે, પછી કોઈ પણ લૂંટના કારણે કે સારવારના ભોગે. વધુમાં કહ્યું કે, મને આજની ઘટના સાંભળીને પણ આઘાત લાગ્યો છે કારણ કે, એ લોકો હજુ પણ કાર્ડના નામે કૌભાંડ કરે છે. મારી સરકારને વિનંતી છે આવી હોસ્પિટની સામે એક્શન લેવામાં આવે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.