બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / ઝઘડો બીજાનો વચ્ચે પડ્યો તો મળ્યું મોત! નવા દિવસોમાં ખોખરામાં જૂની અદાવત હત્યાકાંડ, 4ની ધરપકડ
Last Updated: 11:02 PM, 4 November 2024
પોલીસ કસ્ટડીમાં જોવા મળતા આરોપી પપ્પુ મરાઠી અને સિદ્ધ મરાઠી ઉર્ફે ચિરાગ જાદવની હત્યા કેસમાં તેમજ મેહુલ મકવાણા અને દિપક મકવાણાની હત્યાના પ્રયાસ કેસમાં પોલીસે ધરપકડ કરી છે. ઘટનાની વાત કરવામાં આવે તો ખોખરા માં રહેતા પૂજા ભાઈની ચાલીમાં રહેતા મૃતક અજય મકવાણા અને તેનો ભાઈ મેહુલ મકવાણા નવા વર્ષ ની ઉજવણી કરવા માટે નવા કપડાંની ખરીદી કરવા માટે જઈ રહ્યા હતા. એ દરમિયાન સૂચિત મરાઠી પિયુષ મરાઠી, પપ્પુ મરાઠી અને સિંધુ મરાઠીએ અગાઉ ના ઝઘડાની અદાવત રાખીને હુમલો કર્યો હતો. અને સામે પક્ષમાં પણ અજય મકવાણા, મેહુલ મકવાણા, જનક અને દિપક મકવાણાએ પણ હુમલો કર્યો હતો. આ બન્ને જૂથ વચ્ચે અથડામણ થતા અજય મકવાણાનું મોત નીપજ્યું હતું. જ્યારે સૂચિત મરાઠીને ગંભીર ઇજા પહોંચતા જીવન મરણ વચ્ચે લડી રહ્યો છે. આ હત્યાકાંડમાં ખોખરા પોલીસે હત્યા અને હત્યા પ્રયાસમાં બન્ને પક્ષ વિરુદ્ધ ગુનો નોંધીને 4 આરોપીની ધરપકડ કરી છે.
ADVERTISEMENT
છરી બતાવીને રીક્ષા રોકવાનો પ્રયાસ કર્યો
પોલીસ વિભાગના આઈ ડિવિઝનના ACP કૃણાલ દેસાઈએ માહિતી આપતા જણાવ્યું હતુ કે પોલીસ તપાસમાં સામે આવ્યું કે 2 મહિના પહેલા સૂચિત અને અજય મકવાણા વચ્ચે ઝઘડો થયો હતો. સૂચિત મરાઠી અને પિયુષ મરાઠી એક રીક્ષા ચાલકને માર મારી રહ્યા હતા. ત્યારે મૃતક અજય મકવાણા અને તેનો ભાઈ મેહુલ છોડાવવા વચ્ચે પડ્યા હતા. રીક્ષા ચાલક તો નાસી ગયો પરંતુ સૂચિત અને અજય વચ્ચે ઝઘડો થતા તેમને સૂચિતને માર માર્યો હતો. જેનો બદલો લેવા માટે સૂચિત અજયને માર મારવાનું નક્કી કરીને બેઠો હતો. ઘટનાના દિવસે પણ સૂચિત અજયને મારવા છરી લઈને નીકળ્યો હતો. અજય અને મેહુલ કપડાં ખરીદી કરવા નીકળ્યા ત્યારે છરી બતાવીને રીક્ષા રોકવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ તેઓ નાસી ગયા હતા. અજયએ તેમના પરિવારને આ ઘટનાની જાણ કરી હતી. જેથી પરિવાર ઠપકો આપવા સૂચિતના ઘરે પહોંચ્યા હતા અને તેઓની વચ્ચે ઉગ્ર ઘર્ષણ થયું. જેમાં અજય મકવાણાની હત્યા થઈ હતી. જ્યારે સૂચિત મરાઠી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.
ADVERTISEMENT
દિવાળી અને નવા વર્ષના તહેવારમાં સામાન્ય ઝઘડા અને ઉશ્કેરાટના કારણે બે પરિવારના ઘરમાં માતમ છવાયો છે. અને બંન્ને પક્ષના લોકોને જેલમાં જવાનો વારો આવ્યો છે. આ હત્યા અને હત્યા પ્રયાસ કેસમાં પોલીસે બંને પક્ષના બે આરોપી સહિત 4ની ધરપકડ કરી છે. જ્યારે બંન્ને પક્ષના એક એક આરોપી ફરાર હોવાથી પોલીસે જુદી જુદી ટીમો બનાવીને શોધખોળ શરૂ કરી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.