બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / Politics / અમદાવાદના સમાચાર / Khodaldham and umiyadham reaction on bhupendra patel as new cm
Last Updated: 07:51 PM, 12 September 2021
ADVERTISEMENT
ભૂપેન્દ્ર દાદાનાં હાથમાં ગુજરાતની ધુરા
ગુજરાતમાં આનંદીબેન બાદ ફરીવાર પાટીદારનાં હાથમાં રાજ્યનો પાવર આપવામાં આવ્યો છે. રાજ્યમાં નીતિન પટેલ સહિતનાં નેતાઓનું નામ સીએમની રેસમાં આગળ ચાલી રહ્યું હતું ત્યારે પીએમ મોદી અને અમિત શાહે ફરીવાર ગુજરાતને સરપ્રાઈઝ આપ્યું છે. ઘાટલોડિયાનાં ધારાસભ્ય અને દાદા તરીકે ઓળખાતા ભૂપેન્દ્ર પટેલ આવતીકાલે શપથ લઈને રાજ્યનાં મુખ્યમંત્રી બની જશે ત્યારે પાટીદાર સમાજમાં ભૂપેન્દ્ર પટેલનાં નામની જાહેરાત બાદ સંતોષની લાગણી જોવા મળી રહી છે. પાટીદાર સમાજની બે મોટી સંસ્થા ઊંઝા અને ખોદલધામ તરફથી ભૂપેન્દ્ર પટેલને લઈને મોટું નિવેદન સામે આવ્યું છે. ભૂપેન્દ્ર પટેલનાં નામની જાહેરાત બાદ સીદસર ઉમિયાધામનાં ચેરમેન જયરામભાઈ પટેલે કહ્યું કે PM નરેન્દ્ર મોદી અને ભાજપના કેંદ્રીય બોર્ડ અમારી માંગણી સ્વીકારી અને સમાજને સ્વીકાર થાય તેવા ભૂપેન્દ્ર પટેલ ને ગુજરાત ની શાસનની ધુરા સોંપી છે.
ભૂપેન્દ્ર પટેલને ઊંઝા ઉમિયા માતાજી સંસ્થાન દ્વારા શુભેચ્છા પાઠવાઈ
નોંધનીય છે કે ભૂપેન્દ્ર પટેલ ઊંઝા ઉમિયા માતાજી સંસ્થાનમાં મોટા દાતા છે ત્યારે ઊંઝા ઉમિયા માતાજી સંસ્થાનનાં પ્રમુખ મણીભાઈ પટેલે કહ્યું હતું કે કડવા પાટીદાર મુખ્યમંત્રી બન્યા તેનો આનંદ હોય, મુખ્યમંત્રી બન્યા તેનો આનંદ હોય પણ મુખ્યમંત્રી બન્યા પછી તમામ જ્ઞાતિ અને જાતિ ને સાથે રાખીને ચાલે.
ADVERTISEMENT
સૌરાષ્ટ્રમાં પાટીદાર સમાજમાં સંતોષ
સૌરાષ્ટ્રમાં પાટીદારોનો સૌથી વધારે દબદબો છે ત્યારે ખોડલધામ ટ્રસ્ટી રમેશ ટીલાળા અને પાટીદાર અગ્રણી હંસરાજ ગજેરાએ ભૂપેન્દ્ર પટેલનાં નામની જાહેરાતને આવકારી છે. તેમણે કહ્યું છે કે ઘણા સમયથી સૌરાષ્ટ્રના પાટીદાર સમાજમાંથી નેતૃવ મળે તે માંગ હતી. પાટીદાર સમાજનાં આગેવાનોએ કહ્યું કે પાટીદાર સમાજને આ પસંદગીથી સંતોષ છે અને ભૂપેન્દ્ર ભાઈ બધાજ સમાજને લઈને ચાલે એવા છે.
આવતીકાલે શપથ લેશે નવા મુખ્યમંત્રી
મુખ્યમંત્રી બન્યા બાદ નવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પત્રકાર પરિષદને સંબોધન કર્યું હતું, જેમાં તેમણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, અમિત શાહ, અને પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાનો આભાર માન્યો હતો. આ સાથે જ તેમણે જણાવ્યું હતું કે, તેઓ આવતીકાલે જ રાજ્યના 17માં મુખ્યમંત્રી પદના શપથ લેશે. જો કે, મંત્રી મંડળમાં ફેરફાર થશે કે જુના મંત્રીઓ જ યથાવત રહેશે તે અંગે કોઇપણ પ્રકારની સ્પષ્ટતા કરી નથી.
આનંદીબેન પટેલના અત્યંત વિશ્વાસુ
નોંધનીય છે કે ભૂપેન્દ્ર પટેલ ગુજરાતનાં પૂર્વ મુખ્યમંત્રી અને હાલના ઉત્તરપ્રદેશનાં રાજ્યપાલ આનંદીબેન પટેલનાં ખૂબ જ નજીકનાં વ્યક્તિ ગણાય છે. ધોરણ 12 પાસ ભૂપેન્દ્ર પટેલ કડવા પાટીદારનો મોટો ચહેરો છે અને આનંદીબેન પટેલના અત્યંત વિશ્વાસુ ગણાય છે. નોંધનીય છે કે વર્ષ 2017માં ભૂપેન્દ્ર પટેલને ઘાટલોડિયાની સીટ મળી હતી. 2017 પહેલાં આનંદીબેન ઘાટલોડિયાના ધારાસભ્ય હતા, જેમણે જતા-જતા તેમના વિશ્વાસુ ભૂપેન્દ્ર પટેલને ત્યાંથી જ સીટ અપાવી હતી. તેઓ 2017માં ઘાટલોડિયા વિધાનસભા બેઠક પરથી પહેલીવાર ચૂંટણી લડ્યા હતા અને પહેલી જ ચૂંટણીમાં રેકોર્ડ બ્રેક મતોથી ધારાસભ્ય તરીકે ચૂંટાઈને આવ્યા હતા. તેઓ અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનની સ્ટે. કમિટીના ચેરમેન રહી ચૂક્યા છે.
આનંદીબેનનો ફરીથી દબદબો
નોંધનીય છે કે આનંદીબેન ગુજરાતનાં એક મોટા પાટીદાર નેતા છે અને મુખ્યમંત્રી પદ સુધી તેઓ પહોંચ્યા હતા. જોકે તેમના જ કાર્યકાળ દરમિયાન અમિત શાહ જૂથ સાથે તેમના વિવાદ હોવાનું પણ સામે આવી રહ્યું હતું. પાટીદાર આંદોલને આનંદીબેનની ખુરશી છીનવી અને તે બાદ રૂપાણીને રાજગાદી આપવામાં આવી હતી. આનંદીબેને રાજીનામું આપ્યું ત્યારે માનવામાં આવી રહ્યું હતું કે નીતિન પટેલને જ સીએમ બનાવવામાં આવશે જોકે તે સમયે આનંદીબેનને કોરાણે મૂકીને હાઇકમાન્ડ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો હતો. જોકે હવે ભૂપેન્દ્ર પટેલની ગુજરાતનાં રાજસિંહાસન પર વરણી થયા બાદ ફરીથી આનંદીબેનનો ગુજરાતમાં દબદબો વધતો દેખાઈ રહ્યો છે.
ભુપેન્દ્ર પટેલનું રાજકિય બેકગ્રાઉન્ડ
ગુજરાતના નવા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ બનાવ્યા છે.અમદાવાદના ઘાટલોડીયા વિધાનસભા બેઠક પરથી ધારાસભ્ય છે ભુપેન્દ્ર પટેલ. આનંદીબહેન પટેલના નજદીકી સાથીદાર અને ઔડાના પૂર્વ ચેરમેન ભુપેન્દ્ર પટેલ પાટીદાર સમાજનો મોટો ચહેરો છે..અમદાવાદમાં 2017ની વિધાનસભા ચૂંટણી માં આનંદી બહેનના પ્રસતાવ પર જ ભુપેન્દ્ર પટેલને ઘાટલોડિયા વિધાનસભા બેઠક પરથી ટીકીટ મળી હતી ભૂપેન્દ્રભાઈ પટેલ ઘાટલોડિયા વિધાનસભાની બેઠક પૂર્વ સીએમ આનંદીબેન પટેલની બેઠક ગણાય છે. આ બેઠક પર ભાજપે ભૂપેન્દ્ર રજનીકાંત પટેલને ટિકિટ આપી હતી. જેની સામે કોંગ્રેસે પાટીદાર ઉમેદવાર શશીકાંત પટેલને ઉતાર્યા હતા. વિધાનસભામાં સૌથી વધુ મતદારો ધરાવતા આ વિસ્તારમાં ભાજપના ઉમેદવાર ભૂપેન્દ્રભાઈને 1,17,750 મતની સરસાઈ સાથે કુલ 1,75,652 મત મેળવી વિજય મેળવ્યો હતો જ્યારે કોંગ્રેસના ઉમેદવાર શશીકાંત પટેલને 57,902 મત જ મળ્યાં હતા.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.