ગોંડલની મહિલાઓએ ખોડલધામમાં માતાજી માટે અનેરી આસ્થાથી તલની માળા બનાવી હતી.
8 કિલો કાળા-સફેદ તલનો થયો વપરાશ
1812 સેરનો બનાવાયો હાર
4,16,760 જેટલા તલનો ઉપયોગ થયો
શ્રદ્ધાનો જો હોય વિષય તો પુરવાની શી જરૂર? ગુજરાતમાં આવો જ આસ્થાનો સૂરજ ઉગ્યો હતો. ખોડલધામમાં માતાજીને મકરસંક્રાત નિમિત્તે અનેરો શણગાર કરવામાં આવ્યો હતો. ગોંડલની મહિલાઓએ ખોડલધામમાં માતાજી માટે આઠ કિલો કાળા અને સફેદ તલનો ઉપયોગ કરી 1812 હારની સર તૈયાર કરવામાં આવી છે જેમાં 4,16,760 જેટલા તલનો ઉપયોગ થયો હતો.
તલ નો હાર બનાવતી વેળાએ મહિલાઓ પરસ્પર વાતચીત કરવાના બદલે માતાજીના નામનું સ્મરણ અને માતાજીના ગરબા ગુણગાન કરતા હતા કોરોના વાઇરસની મહામારીને લઈને મહિલાઓ માસ્ક પહેરી, સેનેટાઈઝરથી હાથ ધોવાનું અને સોશિયલ ડિસ્ટન્સ જાળવવાનું ચુસ્તપણે પાલન કરતા હતા.
કેવી રીતે બનાવી માળા?
ગોંડલની શ્રી ખોડલધામ મહિલા સમિતિ 30 જેટલી મહિલાઓ છેલ્લા પંદર દિવસથી તલનો હાર બનાવાના કામમાં લાગી હતી આ હાર બનાવવા માટે તલ ને પાણી માં 30 મિનિટ પાણી માં પલાળી પછી સુકવી ને સોઈ દોરા વાટે તલની સર બનાવી હાર બનાવવા માં આવ્યો હતો. ગોંડલ ખોડલધામ મહિલા સમિતિએ સતત ત્રીજા વર્ષે હાર બનાવ્યો હતો.