Sabarkantha News: સાબરકાંઠાના ખેડબ્રહ્માના PSI પી.પી.જાનીને ફરજમાં બેદરકારી બદલ રેન્જ IGએ સસ્પેન્ડ કર્યા છે. ખેડબ્રહ્મમાં હિટ એન્ડ રન કેસમાં PSIને સસ્પેન્ડ કરાયા છે.
હિટ એન્ડ રન કેસમાં PSIને કરાયા સસ્પેન્ડ
ફરજમાં બેદરકારી મામલે PSI સામે કાર્યવાહી
હિટ એન્ડ રનમાં પ્રજાપતિ પરિવાર બન્યો હતો ભોગ
સાબરકાંઠાના ખેડબ્રહ્મામાં હિટ એન્ડ રન કેસમાં PSI સામે કાર્યવાહી કરવામાં આવી છે. ફરજમાં બેદરકારી મામલે રેન્જ IGએ PSI સામે એક્શન લીધું છે. રેન્જ IGએ PSI પી.પી જાનીને સસ્પેન્ડ કર્યા છે. મહત્વનું છે કે 7 દિવસ અગાઉ હિટ એન્ડ રનમાં પ્રજાપતિ પરિવાર ભોગ બન્યો હતો.
પ્રજાપતિ પરવાર બન્યો હતો અકસ્માતનો ભોગ
હિટ એન્ડ રન કેસ વિશે વિગતવાર વાત કરીએ તો 7 દિવસ પહેલા ખેડબ્રહ્મા ખાતે પારસભાઈ પ્રજાપતિ પોતાની બાઇક ઉપર પત્ની દર્શનાબેન પ્રજાપતિ તેમજ પુત્ર શિવમ સાથે પોતાના ઘર તરફ આવી રહ્યા હતા, જે દરમિયાન ઈડર તરફથી આવી રહેલી કારે પૂર ઝડપે પાછળથી ટક્કર મારતા દર્શનાબેન પ્રજાપતિ તેમજ તેમનો પુત્ર શિવમ પ્રજાપતિનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું. જોકે, પારસભાઈ પ્રજાપતિને ગંભીર ઇજાઓ થતા તેમને નજીકની હોસ્પિટલમાં સારવારથી ખસેડાયા હતા. ત્યારબાદ તેમને અમદાવાદ ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. તેઓ હાલ જીવન મરણ વચ્ચે જોલા ખાઈ રહ્યા છે.
પરીણામ જોઈ પરિવારજનો હિબકે ચઢ્યા
પારસભાઈનો પુત્ર શિવમ કે જે સમગ્ર ખેડબ્રહ્મામાં હોશિયાર વિદ્યાર્થી હતો અને તેણે ધોરણ 10ની પરીક્ષા આપી હતી, અકસ્માતમાં મૃત્યુ બાદ શિવમ પ્રજાપતિનું રિઝલ્ટ આવતા આસપાસના લોકો અને પરિવારજનો હિબકે ચઢ્યા હતા. કારણ કે શિવમ સમગ્ર ખેડબ્રહ્મા શહેરમાં પ્રથમ ક્રમાંક કે પાસ થયો હતો.
કમલેશ પ્રજાપતિ (મૃતકના કાકા)
પરિવારે લગાવ્યા હતા ગંભીર આક્ષેપો
અકસ્માત બાદ પરિવારજનોએ પોલીસની સામે ગંભીર આક્ષેપો કર્યા હતા. પરિવારજનોએ મૃત્યુ માટે જવાબદાર લોકો સામે પોલીસે કોઈ ઠોસ કામગીરી ન કરી હોવાના આક્ષેપ સાથે ન્યાયની માંગ કરી હતી. ત્યારે હવે ફરજમાં બેદરકારી મામલે રેન્જ IGએ PSI પી.પી.જાનીને સસ્પેન્ડ કર્યા છે.