ખેડા / સરસવણી ગામમાં શિક્ષિકાએ માથાભારે શિક્ષકને ચખાડ્યો મેથીપાક

ખેડાના સરસવણી ગામમાં માથાભારે શિક્ષકના ત્રાસને લઇ ગ્રમાજનોએ કલેક્ટરને જરૂઆત કરી છે, ગામની સ્કૂલના માથાભારે શિક્ષકનો વીડિયો બતાવી કાર્યવાહીની માગ કરી છે. ગ્રામજનોનો આરોપ છે કે માથાભારે શિક્ષક સાથી શિક્ષિકા સાથે અણછાજતું વર્તન કર્યુ હતુ. જેથી શિક્ષિકાએ માથાભારે શિક્ષકને મેથીપાક ચખાડ્યો હતો. ઘટના CCTVમાં કેદ થતા બંનેની બદલી કરાઇ હતી. બદલી રદ્દ કરાવવા શિક્ષકે ઉપવાસ આંદોલન શરૂ કર્યુ છે. ઉપવાસ આંદોલન શરૂ કરતાં ગ્રામજનો કલેકટર કચેરી પહોંચ્યાં હતા અને કાર્યવાહીની માગ કરી હતી. જેથી વિદ્યાર્થીઓને સાંભળી શિક્ષક વિરુદ્ધ પગલા લેવાનુ કલેક્ટરનુ આશ્વાસન આપ્યું હતું.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ