બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / કોમી એકતાનું અનોખું ઉદાહરણ, મુસ્લિમ બહેનની દીકરીના લગ્નમાં હિન્દુ મામાએ ભર્યું મામેરૂ
Last Updated: 09:49 PM, 15 February 2025
ખેડા જિલ્લાના ચિખોદરા ગામમાં કોમી એકતાનુ ઉત્તમ ઉદાહરણ જોવા મળ્યુ હતુ. મુસ્લિમ મહિલાની દિકરીનાં લગ્નમાં હિન્દુ પરિવારે મામેરૂ ભર્યુ હતુ. ચિખોદરા ગામનાં હિંદુ પ્રોઢને છેલ્લા 40 વર્ષથી મુસ્લિમ મહિલા રાખડી બાંધે છે ત્યારે હિંદુ મામાએ મુસ્લિમ ભાણીનું મામેરૂ ભર્યું હતું.
ADVERTISEMENT
હિંદુ મામાએ મુસ્લિમ ભાણીનું મામેરૂ ભર્યું
ADVERTISEMENT
ખેડાનાં ઉંઢેલા ગામમાં કોમીએકતાનાં દ્રશ્યો સામે આવ્યા છે. હિંદુ મામાએ મુસ્લિમ ભાણીનું મામેરૂ ભર્યું છે. મુસ્લિમ મહિલાની દિકરીનાં લગ્નમાં હિંદુ ભાઈ મામેરૂ લઈ પહોંચ્યા હતાં. ચિખોદરા ગામનો હિંદુ પરિવાર વાજતે-ગાજતે મામેરૂ લઈ ઉંઢેલા પહોંચ્યો હતાં. જ્યાં તેમનું વાજતે ગાજતે સ્વાગત કરવામાં આવ્યં હતું.
આ પણ વાંચો: વોટના બદલામાં નોટ! ભાજપે ચૂંટણી જીતવા રૂપિયાની ઓફર કરતો વીડિયો વાયરલ
ભાઈએ ચૂકવ્યું રાખડીનું ઋણ!
મુસ્લિમ પરિવારે મામેરૂ લઇને આવેલા હિંદુ પરિવારનું સામૈયા કરી વાજતે ગાજતે સ્વાગત કર્યુ હતું. કહેવાય છે કે, માનવતાથી મોટો કોઈ ધર્મ કે કર્મ નથી. ત્યારે કોમી એકતાનું ઉત્તમ ઉદાહરણ આ હિન્દુ અને મુસ્લિમ પરિવારે પૂરુ પાડ્યું છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.