બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / 'તું ભાયડા કરે છે' પત્ની શીતલ પર શંકા જતાં પતિએ કુહાડીથી માથું ફાડી નાખ્યું, ખેડાનો લોહિયાળ કિસ્સો
Last Updated: 11:14 PM, 8 August 2024
કળયુગમાં વહેમ એક મોટો 'રોગ' છે, જે રોગની જેને બીમારી થઈ જાય છે તેનું પરિણામ ખરાબ જ આવે છે. ત્યારે ખેડાના માતર શહેરમાં વહેમીલા પતિએ પોતાની પત્નીને કુહાડીના ફટકા મારી મોતને ઘાટ ઉતારી દીધી છે. જો કે, પોલીસ ગણતરીના કલાકોમાં હત્યારે પતિની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
ADVERTISEMENT
વહેમમાં જ લીધો પત્ની જીવ
ADVERTISEMENT
દીકરી શીતલના લગ્ન આજથી 6 વર્ષ અગાઉ ભાવનગર જિલ્લાના વલ્લભીપુર તાલુકાના પાટણ ગામે રહેતા રોહિત દેવીપૂજક સાથે સમાજના રીતી રીવાજ મુજબ થયા હતા. આ શિતલ અને રોહિતને સંતાનમાં એક દીકરો અને એક દીકરી છે. રોહિત થોડા દિવસ અગાઉ જ પોતાના સાસરે એટલે કે માતર રહેવા આવ્યો હતો. જ્યાં મકાઈની લારી ચલાવી પોતાનો ગુજરાન ચલાવતો હતો. જો કે, છેલ્લા થોડા દિવસથી રાહુલ તેની પત્ની શીતલ પર ખોટો વહેમ રાખી શંકા કરતો હતો, જે બાબતે તેમને ઝઘડા પણ થતાં હતાં.
આ પણ વાંચો: 'રાજ્યમાં શાંતિ ડહોળવાના પ્રયાસ', કોંગ્રેસની ન્યાય યાત્રા મુદ્દે નીતિન પટેલે કાઢી ધાર
પોલીસે આરોપીને દબોચ્યો
આમ રોહિત એક દિવસ ઉગ્ર આક્રોશમાં આવીને પત્નીને કહ્યું કે, તું ભાયડા કરે છે, આમ કહીં ઉપરા-છાપરી કુહાડીના બે ઘા ઝીંકી દીધા હતા. ત્યારબાદ લોકો દોડી આવતા રોહિત ત્યાંથી નાસી છૂટ્યો હતો. પોલીસે હત્યારાને ઝડપી પાડવા જુદી જુદી ટીમો બનાવી આરોપી પતિને ઝડપી પાડ્યો હતો.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.