કૃષિ / સફેદ નહીં હવે કાળા ચોખાની ખેતી થશે, ગુજરાતનાં આ ગામના ખેડૂતે કરી સફળ ખેતી

Kheda farmer grows black rice that cures cancer

કાળા ચોખા શબ્દ સાંભળતા જ પંચાણુ ટકા લોકોના મોઢામાંથી હેં..કારો નીકળી પડશે, કારણ કે આપણે સફેદ ચોખા ઉપરાંત બ્રાઉન ચોખાથી પરિચિત છીએ, પરંતુ બ્લેક રાઇસ નવો શબ્દ છે. એટલું જ નહીં, પણ નવતર ખેતી પણ છે. સમગ્ર ગુજરાતમાં માત્ર ખેડા જિલ્લાના સાંખેજ ગામમાં જ કાળા ચોખાની ખેતીનો નવતર પ્રયોગ કરવામાં આવ્યો છે અને આ પ્રયત્નને સફળતા પણ સાંપડી છે. ગુજરાતના ખેડા જિલ્લાને કોઈ ઓળખાણની જરૃર નથી. તેવી જ રીતે ચરોતરમાં ખેતી માટે થતા રહેતા નવા નવા પ્રયોગો પણ લોક જાણીતા જ છે.

બ્રેકિંગ ન્યૂઝ