બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / બોલિવૂડ / ખતરો કે ખિલાડી 14'ના વિજેતાનું નામ લીક, ફિનાલે પહેલા જ જાણો કોને મળી ટ્રોફી
Last Updated: 07:26 PM, 15 August 2024
ખતરોં કે ખિલાડી 14 લોકોને ખૂબ ગમે છે અને હવે શો ફાઇનલની નજીક આવી ગયો છે અને આ વખતે ટ્રોફી કોને મળશે તે જાણવા માટે દરેક જણા ઉત્સુક છે. આવી સ્થિતિમાં એક અભિનેતાનું નામ સામે આવી રહ્યું છે અને કહેવામાં આવી રહ્યું છે કે આ અભિનેતા આ વખતે ખતરો કે ખિલાડી 14નો વિજેતા બનવા જઈ રહ્યો છે. વિજેતાને લઈને ઘણી ચર્ચા થઈ રહી છે જો કે આ નામ હજુ સુધી સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યું નથી પરંતુ તે લીક થઈ ગયું છે.
ADVERTISEMENT
કોણ છે ખતરો કે ખિલાડી 14 નું વિનર
ADVERTISEMENT
સ્ટાર પ્લસની જાણીતી સિરીયલ ઇમલીમાં લીડ રોલ કરનાર ગશ્મીર મહાજની વિનર થયા હોવાનું જાણવા મળ્યુ હતુ. મળતી માહિતી મુજબ ગશ્મીરે આ ટ્રોફિ જીતી છે. આજ શો ને લઇને મહત્વની ખબર બહાર આવી છે. જેમાં શોની બહાર આવી ગયેલ શિલ્પા શિંદે ફરીથી શોમાં એન્ટ્રી કરી શકે છે. સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર શિલ્પા શિંદે વાઇલ્ડ કાર્ડ કંટેસ્ટન્ટ તરીકે ફરીથી શોમાં જઇ શકે છે.
વધુ વાંચો : ઈસરોએ જાહેર કર્યો ગગનયાનના અવકાશયાત્રીની જબરદસ્ત ટ્રેનિંગનો વીડિયો, જોઈ જોશ થશે હાઇ
હાલમાં ખતરો કે ખિલાડી 14 ચર્ચામાં રહ્યુ હતુ જ્યારે તેમાંનો એક કંટેસ્ટંટ આસિમ રિયાજનો રોહિત સાથે ઝઘડો થયો હતો. જે બાદ રોહિત શેટ્ટીએ તેને શોની બહાર કર્યો હતો. જોકે હાલમાં કૃષ્ણા શ્રોફ પણ ખતરો કે ખિલાડી 14થી બહાર થઇ ગઇ છે. તેના એલિમિનેશન બાદ તેમના વર્તનને લઇને નેટિજન્સએ ખરી ખોટી સંભળાવી હતી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.