બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ખંભાતમાં આજે ઉત્તરાયણની ઉજવણી, દરિયા કિનારે લોકોએ માણી પતંગ ચગાવવાની મજા, જુઓ વીડિયો
Last Updated: 09:09 PM, 19 January 2025
ગુજરાત સહિત સમગ્ર દેશમાં 14 જાન્યુઆરીએ ઉત્તરાયણ પર્વની ઉજવણી થતી હોય છે પરંતુ આણંદ જિલ્લાના ખંભાતમાં ઉત્તરાયણ પર્વ પછીના રવિવારે ઉત્તરાયણની ઉજવણી કરવામાં આવે છે.
ADVERTISEMENT
ખંભાતમાં યોજાઈ દરિયાઈ ઉત્તરાયણ
ADVERTISEMENT
ખંભાતમાં લોકો વહેલી સવારથી પોતાની અગાસી પર ચડી જાય છે અને ખુલ્લા આકાશમાં રંગબેરંગી પતંગો ચગાવી ઉત્તરાયણની ઉજવણી કરે છે. આ પરંપરા નવાબી કાળથી ચાલી આવે છે. કારણ કે ખંભાત નવાબી નગરી છે અને અહીં સૌ પ્રથમ અંગ્રેજો પતંગ ચાંગવતા હતા. ત્યાર પછી સમગ્ર દેશમાં આ ઉત્સવ ઉજવાતો થયો હોવાનું માનવામાં આવે છે. માત્ર આણંદના જ નહીં પણ અન્ય જિલ્લાના લોકો પણ આ દિવસે ઉત્તરાયણ મનાવવા આવે છે.
આ પણ વાંચો: મહાકુંભમાં આગથી અફરાતફરી, નવી મનપામાં વર્ગ 1-2ની જગ્યાઓને મંજૂરી, જુઓ 8 મોટા સમાચાર
પતંગ રસિકએ શું કહ્યું ?
પતંગ રસિક અલ્પેશએ જણાવ્યું કે, ''અમારે રવિવારે ઉત્તરાયણ ઉજવવામાં આવે છે. કારણ કે, ખંભાતના વેપારીઓ છે તે ઉત્તરાયણના દિવસે ઉત્તરાયણ કરી શકતા નથી માટે તેઓ ઉત્તરાયણ પછીના રવિવારે ઉત્તરાયણ ઉજવે છે. જે ઉત્તરાયણને દરિયાઈ ઉત્તરાયણ તરીકે ઓળખવામા આવે છે. જે ખુબ જ પ્રાચીન અને જૂની ઉત્તરાયણ છે અને અંગ્રેજો વખતથી આવી પ્રથા છે''
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.