Khalistani attack on Indian High Commission in US after UK US assures security after strong opposition from India
કાર્યવાહી /
UK બાદ USમાં પણ ભારતીય હાઈકમિશન પર ખાલિસ્તાનીઓનો હુમલો: ભારતના સખત વિરોધ બાદ અમેરિકાએ આપ્યું સુરક્ષાનું આશ્વાસન
Team VTV08:37 AM, 21 Mar 23
| Updated: 08:51 AM, 21 Mar 23
અમેરિકાએ સેન ફ્રાન્સિસ્કોમાં ભારતીય વાણિજ્ય દૂતાવાસ પર હુમલાની નિંદા કરી સુરક્ષાની રક્ષા કરવાનું વચન આપ્યું છે.
ભારતે યુએસ બેઠકમાં કર્યો કડક વિરોધ
ખાલિસ્તાનીઓના હુમલા પર કર્યો વિરોધ
ભારતના સખત વિરોધ બાદ અમેરિકાનું આશ્વાસન
ભારતે દિલ્હીમાં યુએસ ચાર્જ ડી-અફેર્સ સાથેની બેઠકમાં સાન ફ્રાન્સિસ્કોના કોન્સ્યુલેટ જનરલ ઓફ ઈન્ડિયાની સંપત્તિની તોડફોડ પર પોતાનો કડક વિરોધ વ્યક્ત કર્યો છે. "યુએસ સરકારને રાજનૈતિક પ્રતિનિધિત્વની સુરક્ષા વધારે સુરક્ષિત કરવાની પોતાની મુળ ફરજની યાદ અપાવવામાં આવી હતી. આ પ્રકારની ઘટનાઓનું પુનરાવર્તન રોકવા માટે યોગ્ય ઉપાય કરવા માટે કહેવામાં આવ્યું હતું."
Vandalism at Indian Consulate "absolutely unacceptable": White House
અમેરિકાએ સોમવારે સેનફ્રાન્સિસ્કોમાં ભારતીય વાણિજ્ય દૂતાવાસ પર ખાલિસ્તાન સમર્થકોના હુમલાની કડક નિંદા કરી છે. અમેરિકાએ સ્પષ્ટ કહ્યું છે કે તે આ પ્રકારની હરકતોને બિલકુલ પણ સહન નહી કરી શકે. સોમવારે અમુક ખાલિસ્તાન સમર્થકોએ વારિસ પંજાબ દેના પ્રમુખ અમૃતપાલ સિંહ વિરૂદ્ધ પોલીસ એક્શનના વિરોધમાં સેનફ્રાન્સિસ્કોમાં ભારતીય વાણિજ્ય દૂતાવાસ પર હુમલો કર્યો હતો.
US condemns attack on Indian Consulate in San Francisco; pledges to defend safety, security
ખાલિસ્તાની નારા લગાવતા પ્રદર્શનકારિઓએ શહેરની પોલીસના લગાવવામાં આવેલા અસ્થાઈ સુરક્ષા વાડને તોડી નાખી અને વાણિજ્ય દૂતાવાસ પરિસરની અંદર બે કથિત ખાલિસ્તાની ઝંડા લગાવ્યા.
The United States condemns the attack against the Indian Consulate and any attack against diplomatic facilities within the United States. We pledge to defend the safety and security of these facilities as well as the diplomats who work within them: US State Department… https://t.co/60mVkau2cupic.twitter.com/LD0i1klFhR
દૂતાવાસમાં તોડફોડ
પ્રદર્શનકારીઓએ વાણિજ્ય દૂતાવાસ પરિસરમાં લોખંડના સળીયાથી દરવાજા અને બારીઓની તોડફોડ કરી. ઉપદ્રવિઓએ કથિત રીતે ભારતીય વાણિજ્ય દૂતાવાસની દીવાલો પર ફ્રી અમૃતપાલ પણ લખ્યું હતું.
US Govt was reminded of its basic obligation to protect & secure diplomatic representation. It was asked to take appropriate measures to prevent recurrence of such incidents. Our Embassy in Washington DC also conveyed our concerns to US State Department along similar lines: MEA
વ્હાઈટ હાઉસમાં સ્ટ્રેટેજીક કમ્યુનિકેશન માટે રાષ્ટ્રીય સુરક્ષા પરિષદના સમન્વયક જોન કિર્બીએ કહ્યું કે "આ બર્બરતા બિલકુલ અસ્વીકાર્ય છે. વિદેશ વિભાગની રાજનૈતિક સુરક્ષા સેવા સ્થાનીક અધિકારીઓની સાથે કામ કરી રહી છે. હું સેનફ્રાન્સિસ્કો પોલીસ માટે વાત નથી કરી શકતો."
તેમણે આગળ કહ્યું, "પરંતુ હું કહી શકુ છું કે રાજનૈતિક સુરક્ષા સેવા સ્થાનીક અધિકારીઓની સાથે આ મામલાની યોગ્ય રીતે તપાસ કરવા માટે કામ કરી રહી છે. વિદેશ વિભાગ નુકસાનનું સમારકામ કરવાનું કામ કરી રહ્યા છે. પરંતુ આ અસ્વીકાર્ય છે."