Khalistan supporter Amritpal Singh' got to the Punjab Police
શોધખોળ /
ખાલીસ્થાન સમર્થક અમૃતપાલ સિંહની શોધખોળ હજુ પણ શરૂ, પોલીસે 112 લોકોની કરી ધરપકડ, પંજાબમાં હાઇએલર્ટ
Team VTV11:12 PM, 19 Mar 23
| Updated: 11:42 PM, 19 Mar 23
ખાલીસ્થાન સમર્થક અમૃતપાલ સિંહનો હજુ ક્યાંય અતોપતો નથી. જેની પોલીસ દ્વારા શોધખોળ ચાલી રહી છે. જેને દબોચી લેવામાં પોલીસ દ્વારા માથામણ ચાલી રહી છે.
ખાલીસ્થાન સમર્થક અમૃતપાલ સિંહ અતોપતો નથી
પંજાબ પોલીસ દ્વારા સતત શોધખોળ
ખાલીસ્થાન સમર્થક અમૃતપાલ સિંહની પંજાબ પોલીસ દ્વારા હજુ પણ શોધખોળ ચાલી રહી છે. પોલીસે અમૃતપાલસિંહની કારનો પીછો કર્યો હતો. જોકે આ દરમિયાન તે પોલીસને હાથ તાળી આપી નાશી છૂટવામાં સફળ રહ્યો હતો. ત્યારબાદ આજે બીજા દિવસે પણ આ ઓપરેશન ચાલુ રહેવા પામ્યુ હતું. જોકે હજુ સુધી પોલીસને આ મામલો કોઈ સફળતા મળી નથી.પંજાબમાં કાયદો અને વ્યવસ્થા જોખમાય નહિ તે માટે સુરક્ષા વધારી નેટ પણ બંધ કરી દેવામાં આવ્યું છે. જે સોમવાર બપોર સુધી બંધ રહે તેવું અધિકરીઓએ કહ્યું હતું.
પોલીસ દ્વારા ટ્વીટ કરી જણાવ્યું કે...
આ મામલે જાણવા મળતી પ્રાથમિક વિગતે અનુસાર અમૃતપાલ સિંહના નેતૃત્વ વાળી 'વારીસ પંજાબ દે' ના 112 જેટલા સમર્થકોને ઝડપી લેવામાં આવ્યા હતા. આ ઓપરેશન દરમિયાન મોટા પ્રમાણમાં હથિયારોનો જથ્થો પણ ઝડપી લેવામાં આવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે.
પોલીસે જણાવ્યું કે અમૃતપાલસિંહના સમર્થકો પાસેથી 315 બોરની એક રાઈફલ, 12 બોર્ડની સાત રાઇફલ અને એક રિવોલ્વર સહિત 373 કારતુસ મળી કુલ 9 હથીયાર મળી આવ્યા છે. જેને લઈને તેના અને તેમના સમર્થકો વિરુદ્ધ ગેરકાયદે હથિયાર મામલે પણ એફઆઇઆર દાખલ કરવામાં આવી છે.