બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Khalistan supporter Amritpal Singh arrested

BIG NEWS / ખાલિસ્તાનીઓનો વાગ્યો 'મૃત્યુઘંટ' ! મોટા ગજાના નેતા અમૃતપાલની ધરપકડ, પંજાબમાં ઈન્ટરનેટ બંધ

Priyakant

Last Updated: 04:03 PM, 18 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પોલીસે અમૃતપાલ સિંહ અને તેના સાગરિતો સામે કાર્યવાહી શરૂ કરી, આવતીકાલે બપોરે 12 વાગ્યા સુધી ઘણા વિસ્તારોમાં ઈન્ટરનેટ સેવાઓ બંધ

  • પંજાબ પોલીસ દ્વારા અમૃતપાલ સિંહ પર કાર્યવાહી શરૂ  
  • અમૃતપાલ સિંહ અને તેના સાગરિતો સામે કાર્યવાહી શરૂ કરી 
  • પોલીસે અમૃતપાલની નાકોદરથી અટકાયત કરી

પંજાબ પોલીસે ખાલિસ્તાની સમર્થક અને વારીસ પંજાબ દે પ્રમુખ ચીફ અમૃતપાલ સિંહ પર કાર્યવાહી શરૂ કરી છે. વાત જાણે એમ છે કે, પોલીસે અમૃતપાલ સિંહ અને તેના સાગરિતો સામે કાર્યવાહી શરૂ કરી છે. આ તરફ હવે આગામી સમયમાં પોલીસ અમૃતપાલ સિંહની અટકાયત કરી છે.પોલીસે અમૃતપાલ સિંહના 6 સહયોગીઓની ધરપકડ કરી છે. 

પંજાબ પોલીસે 'વારિસ પંજાબ દે'ના ચીફ અમૃતપાલની નાકોદરથી અટકાયત કરી છે. અગાઉ અમૃતપાલના છ સહયોગી પોલીસના હાથે ઝડપાઈ ગયા હતા. ત્યારપછી અમૃતપાલ ફરાર થઈ ગયો હતો, જેની શોધમાં પોલીસની અનેક ટીમો અલગ-અલગ વિસ્તારોમાં દરોડા પાડી રહી હતી. કહેવામાં આવી રહ્યું છે કે, પોલીસે ધરપકડ કરાયેલા લોકો પાસેથી હથિયાર અને 2 વાહનો જપ્ત કર્યા છે.

પંજાબમાં આવતીકાલે બપોરે 12 વાગ્યા સુધી ઘણા વિસ્તારોમાં ઈન્ટરનેટ સેવાઓ બંધ કરી દેવામાં આવી છે. ભટિંડા જિલ્લામાં ઘણી જગ્યાએ ઈન્ટરનેટ બંધ કરી દેવામાં આવ્યું છે. અમૃતસરમાં ઈન્ટરનેટ પણ બંધ કરી દેવામાં આવ્યું છે. પટિયાલા, મોગા, મોહાલી જિલ્લામાં ઘણી જગ્યાએ નેટ બંધ કરી દેવામાં આવી છે. લોકોના ફોન આવી રહ્યા છે, પરંતુ ઇન્ટરનેટ કામ કરતું નથી. અમૃતપાલ સિંહ વિરુદ્ધ 3 કેસ નોંધાયેલા છે, જેમાંથી 2 નફરતભર્યા ભાષણ સાથે સંબંધિત છે. સૂત્રોના જણાવ્યા અનુસાર પોલીસે આ 6ની ધરપકડ ધરમકોટ નજીકના મહિતપુર પોલીસ સ્ટેશન પાસે કરી છે.
 

સંકળાયેલા મુદ્દાઓ

punjab news અમૃતપાલ ખાલિસ્તાની પંજાબમાં ઈન્ટરનેટ બંધ વારિસ પંજાબ દે Amritpal Singh
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ