બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / VIDEO: ડ્રાઈવર વગર ઊભેલી કાર રિવર્સ પડતા ખજૂરભાઈ માંડમાંડ બચ્યા, જુઓ વીડિયોVIDEO: ડ્રાઈવર વગર ઊભેલી કાર રિવર્સ પડતા ખજૂરભાઈ માંડમાંડ બચ્યા, જુઓ વીડિયો
Last Updated: 09:39 PM, 15 April 2025
આ વીડિયોમાં જોવા મળતા દ્રશ્યો મુજબ ખજૂરભાઇ રસ્તા પરથી પસાર થઇ રહ્યા હતા તે દરમિયાન એક ગાડી વગર ડ્રાઇવરે રીવર્સમાં પસાર થઇ હતી. ગાડી તેમનાથી ઘણી નજીકથી પસાર થઇ હતી. જો તેઓ એક સેકન્ડ મોડા પડ્યા હોત તો તેમને ગાડીની ટક્કર વાગી હોત અને ગંભીર ઇજાઓ પહોંચી હોત.
ADVERTISEMENT
ADVERTISEMENT
સમગ્ર ઘટનાનો વીડિયો તેમણે સોશિયલ મીડિયામાં મૂક્યો હતો. જેમાં તેઓએ બતાવ્યું હતું કે ગાડી ઝડપથી રીવર્સમાં આવી હતી. અને પાછળની બાજુમાં લોખંડની જાળીને ટકરાઇ હતી. જોકે લોખંડની જાળીના કારણે ગાડી પાછળની બાજુ નીચે પડી જતા અટકી હતી. જોકે આસપાસના લોકોએ ભેગા મળીને ગાડીને રસ્તા પર ચઢાવી હતી.
વધુ વાંચો : આવતીકાલે કેબિનેટની મહત્વપૂર્ણ બેઠક, અનેક મામલે લેવાઈ શકે છે નિર્ણય
આ બાબતે વધુમાં ખજૂરભાઇએ જણાવ્યું હતું કે જો હું થોડો મોટો પડ્યો હોત તો ગાડી સાથે મને ટક્કર વાગેત. તેમણે વધુમાં જણાવ્યું હતું કે માણસોએ કરેલા સતકર્મોના કારણે જ હનુમાન દાદા આવી મુશીબતોને પાસે પણ નથી આવા દેતા. અને ગાડી રીવર્સમાં બે ગાડીઓની વચ્ચે જ આવી હતી. જો જરીક આઘીપાછી થાત તો અન્ય ગાડીઓને નુકશાન પહોંચેત.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.