બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 04:54 PM, 15 August 2024
પશ્ચિમ બંગાળમાં તાલીમાર્થી મહિલા ડૉક્ટર પર બળાત્કાર અને ત્યારબાદ હત્યાને લઈને દેશભરમાં વિરોધ થઈ રહ્યો છે. બુધવારે આરજી કાર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં તોડફોડ કરવામાં આવી હતી, જેના કારણે ફેડરેશન ઓફ રેસિડેન્ટ ડોક્ટર્સ એસોસિએશન ઈન્ડિયા એટલે કે ફોર્ડાએ ફરીથી હડતાળ પર જવાની જાહેરાત કરી છે. ફોર્ડાએ કહ્યું કે કેન્દ્ર અને રાજ્ય સરકાર સુરક્ષા આપવામાં નિષ્ફળ રહી છે.
ADVERTISEMENT
RG Kar Medical College and Hospital rape-murder case | FORDA resumes the strike again after that incident that took place yesterday at RG Kar Medical College and Hospital in Kolkata. pic.twitter.com/H5cP20hFb5
— ANI (@ANI) August 15, 2024
કેન્દ્ર-રાજ્ય દ્વારા પગલાં ન લેવાતાં ડોક્ટરો નારાજ
ADVERTISEMENT
ફોર્ડાએ કહ્યું કે આરજી કાર મેડિકલ કોલેજમાં થયેલી હિંસાને ધ્યાનમાં રાખીને અમે અમારા સાથીદારો અને તબીબી સમુદાય સાથે ઊભા છીએ. અગાઉ મંગળવારે (13 ઓગસ્ટ 2024), ડૉક્ટર્સ એસોસિએશને કેન્દ્રીય આરોગ્ય પ્રધાન જેપી નડ્ડા સાથેની બેઠક બાદ હડતાળ પાછી ખેંચી હતી. ફોર્ડાએ એક નિવેદન જારી કરીને કહ્યું કે, "આરજી કાર મેડિકલ કોલેજમાં બનેલી દુ:ખદ ઘટના બાદ અને સરકાર તેના વચનો સમયસર પૂરા ન કરતી હોવાથી, અમે ફરીથી હડતાલ શરૂ કરી રહ્યા છીએ.
અડધી રાતે મેડિકલ કોલેજમાં ભારે તોડફોડ
બુધવારે મધ્યરાત્રિએ કોલકાતાની આરજી કાર મેડિકલ કોલેજમાં આવી એક ઘટના બની, જેણે ડૉક્ટરો, દર્દીઓ અને સામાન્ય લોકોના જીવ જોખમમાં મૂક્યા. વિરોધીઓના વેશમાં આવેલા બદમાશો મોડી રાત્રે હોસ્પિટલમાં દાખલ થયા હતા. હોસ્પિટલમાં એક કલાક સુધી હોબાળો થયો હતો. પોલીસ બેરીકેટ્સ તોડીને કેમ્પસમાં તોડફોડ કરી હતી અને ફરજ પરના કર્મચારીઓને પણ માર માર્યો હતો. તેઓ હોસ્પિટલના દરવાજા, બારીઓ, પથારી, તબીબી સાધનો... જે પણ તેમની સામે આવ્યું તેનો નાશ કરતા ગયા.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.