Shu Plan / ગુજરાતમાં અહીં છે સ્વર્ગ, વિદેશમાં પણ ન જોયા હોય તેવા સ્થળો માત્ર રૂ.30થી શરુ

દિવાળીનો સમય આવી ગયો છે અને વેકેશનમાં ફેમિલી અથવા મિત્રો સાથે જ્યાં જવું એ પ્રશ્ન સૌને સતાવે છે. હવે ગુજરાતમાં જ એક એવી સ્વર્ગસમી જગ્યા આવેલી છે જેને ફક્ત દેશભરનું નહીં આંતરરાષ્ટ્રીય સન્માન મળ્યું છે. આપણે વાત કરી રહ્યા છીએ નર્મદા ડેમ-કેવડિયા કોલોની ખાતે આવેલા દુનિયાના સૌથી ઊંચા સરદાર પટેલના પુતળા Statue of Unity ની. હવે આ વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા છે એવું તો તમે જાણતા જ હશો પણ શું તમે એ જાણો છો કે અહીં ગુજરાતના સૌથી મોટા ડેમ એટલે કે નર્મદા ડેમ અને સરદાર પટેલની ભવ્યાતિભ્ય મૂર્તિ ઉપરાંત કેક્ટસ ગાર્ડન, બટરફ્લાય ગાર્ડન, વેલી ઓફ ફ્લાવર્સ, ઝરવાણી ફોલ્સ, ગ્લો ગાર્ડન, જંગલ સફારી, રિવર રાફ્ટિંગ, બોટિંગ જેવી બહુ જ બધી જોવાની જગ્યાઓ અને એડવેન્ચર એક્ટિવિટીઝ છે. હવે ચોખ્ખી વાત છે કે આટલી બધી એક્ટિવિટી તો એક દિવસમાં કરવી શક્ય નથી. તો સૌથી રસપ્રદ વાત એ છે કે અહીં ટેન્ટ સીટી 1 નામનો એક લક્ઝરી રિસોર્ટ પણ આવેલો છે. આ રિસોર્ટના શું ભાવ છે, કઈ કઈ સુવિધાઓ ઈન્ક્લુડેડ છે, કઈ કઈ પ્રવૃત્તિઓ છે અને સ્ટેચ્યુ યુનિટીની ટોચ ઉપરથી કેવો નજારો જોવા મળે છે; આ બધા જ પ્રશ્નોના જવાબ તમને મળી જશે આ વિડિયોમાં!

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ