જ્યોતિષમાં કેતુને છાયા ગ્રહની સંજ્ઞા આપવામાં આવી છે. કેતુની પોતાની કોઈ રાશિ હોતી નથી, પરંતુ આ અન્ય ગ્રહોની જેમ ફળ આપે છે. જેની અસર અચાનક થાય છે, તેથી તેને માયાવી અથવા પાપી ગ્રહ પણ કહેવામાં આવે છે. ઓક્ટોબર 2023માં કેતુ રાશિ પરિવર્તન કરશે. આવો જાણીએ કેતુના આ ગોચરથી કઈ રાશિઓને લાભ થશે.
વર્ષ 2023ના અંતમાં કેતુ ચાલશે ઉલ્ટી ચાલ
કેતુના આ ગોચરથી કઈ રાશિઓને લાભ થશે
કેતુના કારણે જાતક ચિંતનશીલ વિચારોથી યુક્ત હોય છે
કેતુ કર્મ પ્રધાન અને ધર્મ પ્રધાન ગ્રહ છે
જ્યોતિષ શાસ્ત્ર મુજબ, કોઈ પણ ગ્રહ અથવા નક્ષત્ર ચાલ બદલે છે તો તેનાથી જાતકોના જીવન પર ઊંડી અસર પડે છે. જ્યોતિષમાં કેતુને રહસ્યમયી ગ્રહ માનવામાં આવે છે અને છાયા ગ્રહ માનવામાં આવે છે. કેતુ કર્મ પ્રધાન અને ધર્મ પ્રધાન ગ્રહ છે, જે સારો અને ખરાબ બંને પ્રકારનો પ્રભાવ નાખે છે. આ વર્ષે 2023માં કેતુ શુક્ર ગ્રહની રાશિ તુલામાંથી નિકળીને બુધ ગ્રહની રાશિ કન્યામાં પ્રવેશ કરશે. કેતુને એક રાશિમાંથી નિકળીને બીજી રાશિમાં જવામાં 18 મહિનાનો સમય થાય છે. કેતુના કારણે જાતક ચિંતનશીલ વિચારોથી યુક્ત હોય છે અને તેની અંદર ઊંડા વિશ્લેષણની ક્ષમતા આવી જાય છે.
કેતુના ગોચરનો આ રાશિઓ પર પ્રભાવ
વૃષભ
કેતુ વૃષભ રાશિના છઠ્ઠા ભાવમાં ગોચર કરશે. વૃષભ રાશિના જાતકોને અત્યારે શિક્ષણ ક્ષેત્રમાં સફળતા મળી શકે છે. જો તમે મહેનત કરતા રહેશો તો તેનુ પરિણામ સકારાત્મક મળશે. વૃષભ રાશિના જાતકોને નોકરીમાં સારા પરિણામ પ્રાપ્ત થઇ શકે છે. જૂની બિમારીમાંથી રાહત મળી શકે છે.
સિંહ
કેતુ સિંહ રાશિના ત્રીજા ભાવમાં બિરાજમાન રહેશે. દરેક ક્ષેત્રમાં તમને સફળતા મળશે. સહકર્મીઓનો સહયોગ તમને આગળ વધારવામાં સફળતા અપાવશે. સિંહ રાશિના જાતકોનો આર્થિક પક્ષ મજબૂત રહેશે. ભાઈ-બહેનોના નિયમિત સહયોગથી તમને આર્થિક લાભ પ્રાપ્ત થઇ શકે છે.
ધન
કેતુ ધન રાશિના અગિયારમા ભાવમાં બિરાજમાન થશે. કેતુના આ ગોચરથી ધન રાશિના જાતકોની બધી સમસ્યાઓ સમાપ્ત થશે. ધન રાશિના જાતકોની અત્યારે બધી ઈચ્છાઓ પૂરી થશે. સમાજમાં તમારું માનસન્માન વધશે. ભરપૂર આર્થિક લાભ થશે. જે લોકો શેર માર્કેટ અને રોકાણના ક્ષેત્ર સાથે જોડાયેલા છે તેમને પણ અત્યારે લાભ થશે.
મકર
કેતુ મકર રાશિના દસમા ભાવમાં બિરાજમાન રહેશે. આ દરમ્યાન તમને ભાગ્યનો સાથ મળશે. કાર્યક્ષેત્રમાં તમને સફળતા પ્રાપ્ત થઇ શકે છે. આ સમયે તમારું સાહસ તો વધશે અને બિઝનેસમાં ઉન્નતિના નવા રસ્તા પણ ખુલશે. ધાર્મિક કાર્યોમાં રૂચિ વધશે.