ગુજરાતમાં કોરોના કુલ કેસ ઍક્ટિવ ડિસ્ચાર્જ મોત

અંતિમ વિદાય / પૂર્વ મુખ્યમંત્રી કેશુબાપાનો નશ્વરદેહ પંચમહાભૂતમાં વિલીન, રાજકીય સન્માન સાથે કરાયા અંતિમ સંસ્કાર

Keshubhai Patel Dies At 92 ahmedabad

આજે ગુજરાતમાં ભાજપના પાયા સમાન નેતા કેશુભાઈ પટેલનું નિધન થતાં ગુજરાતને મોટો ફટકો પડ્યો છે. 92 વર્ષીય કેશુભાઇ પટેલ છેલ્લા કેટલાક દિવસથી ફેફસા અને શ્વાસની બીમારી હતી અને તેમને સ્ટર્લિંન હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં સારવાર બાદ તેઓ સાજા થતાં તેમને રજા આપવામાં આવી હતી. જો કે, તેમનું આજે નિધન થયું હતું. તેમને ગાંધીનગર ખાતે સેક્ટર-30માં રાષ્ટ્રીય સન્માન સાથે અંતિમ સંસ્કાર આપવામાં આવ્યા. કેશુબાપાને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. પરિવારજનો, રાજકીય આગેવાનો અને કાર્યકરોએ કેશુબાપાને અશ્રુભીની આંખે અંતિમ વિદાય આપી.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ