બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 02:35 PM, 21 January 2025
પ્રેમીની હત્યાના કેસમાં દોષિત ગ્રીષ્માને કેરલની કોર્ટે મોતની સજા સાંભળવી છે. અને તે સિવાય પણ અમુક ટિપ્પણી આકરી છે. કોર્ટે કહ્યું કે, "પ્રેમી પર ભરોસો ના કરી શકાય" સાથે જ કોર્ટે પોલીસ તેની સાથે સંવેદના રાખવાનો પણ અનુરોધ કર્યો છે.
ADVERTISEMENT
કોર્ટની ટકોર " લવર પર ભરોસો ના કરી શકાય"
સોમવારે નેય્યાટિંકરા એડિશનલ ડિસ્ટ્રિક્ટ સેશન્સ કોર્ટે તેને મૃત્યુદંડ આપ્યો. કોર્ટે ટકોર કરતાં કહ્યું કે, " આવા ગુનેગારને સુધારી શકાય નહીં" ગ્રીષ્મા ઇચ્છતી હતી કે રાજ મરતા પહેલા ખૂબ પીડાય. મૃતકના ભાઈએ પણ ગ્રીષ્માએ તેને શું ખવડાવ્યું એ નહીં જણાવવાની વાત કરી હતી.
ADVERTISEMENT
સમાજમાં ખોટો સંદેશ ફેલાવે આવી ઘટના - કોર્ટ
કોર્ટે કહ્યું, 'ગ્રીષ્માએ શરણને તડપાવીને તડપાવીને માર્યો છે" અને તેને કદાસક સજા નહીં થાય તો સમાજમાં સંદેશ જશે કે એક છોકરી સંબંધ તોડ્યા પછી તેના બોયફ્રેન્ડને સરળતાથી મારી શકે છે. આજકાલ યુવાનો લિવ-ઇન રિલેશનશિપ અપનાવી રહ્યા છે ત્યારે આવી ઘટનાથી એમ સાબિત થાય કે આજકાલ પ્રેમી પર ભરોસો કરી શકાતો નથી. વધુમાં કોર્ટે કહ્યું, "જો આ ઘટનાને હળવાશથી લેવામાં આવે તો તે યુઝ એન્ડ થ્રો જેવો સંબંધ સાબિત થશે અને અને કોઈપણ વ્યક્તિ પોતાના જીવનસાથીને નિશાન બનાવી શકે છે." આનાથી સમાજમાં ખોટો સંદેશ જશે.
વધુ વાંચો: જ્યારે મહાકુંભમાં નાગા સાધુ, વૈરાગી સંન્યાસીઓ વચ્ચે છેડાઇ હતી જંગ, નિપજ્યાં હતા અનેકના મોત!
શું છે મામલો?
કેસ મુજબ, ગ્રીષ્મા તેના બોયફ્રેન્ડ શેરન રાજ સાથેના સંબંધમાંથી બહાર આવવા માંગતી હતી અને આ માટે તેણે હત્યાનું કાવતરું ઘડ્યું. શેરનને મારવા માટે, તેણે જંતુનાશક દવા ભેળવીને પીવડાવી. અહેવાલ મુજબ, ગ્રીષ્માના લગ્ન બીજે ક્યાંક નક્કી થયા હતા અને શેરન આ સંબંધમાંથી બહાર આવવા તૈયાર નહોતો. દવાની અસર બાદ શેરનને 11 દિવસ સુધી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો અને આ સમયગાળા દરમિયાન તે ખૂબ જ પીડામાં હતો. તેના અંગોએ ધીમે ધીમે કામ કરવાનું બંધ કરી દીધું. મરતા પહેલા તેણે તેના પિતાને કહ્યું કે તે ગ્રીષ્માના ઘરે ગયો હતો અને ત્યાં તેણે તેને દવા પીવડાવી હતી.
બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
ચોકલેટ ડેનું નજરાણું / VIDEO: 'છોકરા સામે આવું કરો છો, શરમ નથી આવતી? કપલની કામલીલા જોઈને ભડક્યાં આંટી
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.