બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 03:33 PM, 15 October 2024
પોક્સો એક્ટ હેઠળ, સગીર સામે કપડાં ઉતારીને સેક્સ કરવું એ જાતીય સતામણી સમાન છે અને તે સજાપાત્ર ગુનો છે. કેરળ હાઈકોર્ટે એક અરજીની સુનાવણી દરમિયાન આવો ચુકાદો આપ્યો છે.
ADVERTISEMENT
શરીરનો કોઈ પણ ભાગ દેખાડવો યૌન ઉત્પીડન
કેસની સુનાવણી કરી રહેલા જસ્ટિસ એ બદરુદ્દીને કહ્યું કે, શરીરના કોઈપણ ભાગને બાળક દ્વારા જોવાના ઈરાદા સાથે બતાવવાને યૌન ઉત્પીડન સમાન ગણવામાં આવશે. કપડા ઉતારીને બાળકની સામે સેક્સ કરવું એ POCSOની કલમ 11 હેઠળ જાતીય સતામણી અને કલમ 12 હેઠળ સજાપાત્ર અપરાધ સમાન છે. ર્ટે કહ્યું, 'સ્પષ્ટ રીતે કહીએ તો, જ્યારે કોઈ વ્યક્તિ બાળકને પોતાનું નગ્ન શરીર બતાવે છે, ત્યારે તે દર્શાવે છે કે તે બાળકનું યૌન શોષણ કરવાનો ઇરાદો ધરાવે છે. આવી સ્થિતિમાં, તે POCSO એક્ટની કલમ 12 હેઠળ સજાપાત્ર ગુનો છે.
ADVERTISEMENT
શું હતો કેસ?
કેરળની રાજધાનીમાં અરજદાર અને પીડિત બાળકની માતાએ બાળકની સામે સેક્સ માણ્યું હતું અને આથી બાળકને માર મારવામાં આવ્યો હતો. આરોપીઓ રૂમને તાળું માર્યા વગર જ કપડા કાઢીને સેક્સ કરવામાં વ્યસ્ત હતા. તેઓએ બાળકને રૂમમાં આવવા દીધો જેથી તે આ બધું જોઈ શકે. રજદાર અને પ્રથમ આરોપી પીડિતાની માતા વચ્ચે જાતીય સંબંધ હતો. રિપોર્ટ અનુસાર, એવો આરોપ છે કે સગીરને સામાન લાવવા માટે મોકલ્યા બાદ અરજદાર અને પીડિત બાળકની માતાએ લોજ રૂમમાં શારીરિક સંબંધો બાંધ્યા હતા. આરોપો છે કે જ્યારે સગીર છોકરો પાછો ફર્યો ત્યારે તેણે અરજીકર્તા અને તેની માતાને વાંધાજનક સ્થિતિમાં જોયા કારણ કે રૂમ બંધ ન હતો. છોકરાને જોઈને અરજદારે તેને ગળાથી પકડીને ગાલ પર તમાચો માર્યો હતો.
વધુ વાંચો : એલિયનની શોધમાં ઉપડ્યું નાસાનું અવકાશયાન, અમદાવાદની છોકરી મિશનનો હિસ્સો, જાણો ડિટેલ્સ
કોર્ટે શું કહ્યું?
જાતિય સતામણીનો ખુલાસો કરતા કોર્ટે કહ્યું કે અરજદાર અને પીડિતાની માતા દરવાજો બંધ કર્યા વગર જ સેક્સ કરી રહ્યા હતા. કોર્ટે કહ્યું કે રૂમને તાળું ન હોવાથી સગીર અંદર ગયો, જેના કારણે તેણે બંનેને વાંધાજનક સ્થિતિમાં જોયા હતા અને ત્યાર બાદ છોકરાને માર મારવામાં આવ્યો હતો જે ગુનો છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.