ગેરવર્તણૂક / કન્નુરમાં થયેલા હોબાળા મામલે કેરળના રાજ્યપાલે કરી સ્પષ્ટતા, કહ્યું- સેના ન હોત તો...

Kerala governor arif mohammad khan caa protest historian irfan habib kannur university

કન્નુરમાં થયેલા હોબાળાને લઈને કેરળના રાજ્યપાલ આરિફ મહમ્મદ ખાને એક ખાનગી ચેનલ સાથે સમગ્ર ઘટનાની વાત કરી હતી. તેમણે કહ્યું કે, રાજ્યપાલનો કાર્યક્રમ એક કલાક કરતા વધારે સમયનો હોતો નથી, પરંતુ સમયનો નિયમ તોડીને દોઢ કલાક સુધી તેઓ બોલતા રહ્યા હતા. કાર્યક્રમમાં CAAના વિરુદ્ધ નિવેદન કરતા રહ્યા અને દેશના સંવિધાન ખતરામાં છે તેવા આરોપો મુકતા રહ્યા હતા. હું તેમની આ બધી વાતો શાંતિથી સાંભળતો રહ્યો.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ