kerala government npr implement census citizenship amendment act
NPR /
કેરલ સરકારે NPRનાં અમલ કરવાથી કર્યો ઈન્કાર, વસ્તી ગણતરીમાં જો કોઈ અધિકારી NPRનો ઉલ્લેખ કરશે તો ....
Team VTV02:58 PM, 20 Jan 20
| Updated: 03:03 PM, 20 Jan 20
નાગરિકતા સંશોધન કાયદો (CAA)ની વિરુદ્ધ પ્રસ્તાવ રજુ કર્યા બાદ કેરલ કેબિનેટે રાજ્યમાં રાષ્ટ્રીય જનસંખ્યા રજિસ્ટર(NPR)લાગુ નહી કરવાનો નિર્ણય લીધો છે. આ મામલે જનગણના રજિસ્ટ્રાર જનરલને એક સુચનાં આપવામાં આવી છે. જોકે રાજ્યમાં અત્યારે જનગણના થઈ રહી છે. જોકે રાજ્યામાં જનગણના કાર્યક્રમને યોગ્ય રીતે કરવામાં આવશે.
કેરલ સરકારની દલીલ છે કે બંધારણ હેઠળ જનતાના હિતોની રક્ષા તથા કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવાની જવાબદારી રાજ્ય સરકારની છે. ત્યારે કેરલમાં NPR અમલમા નહીં મુકવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જોકે વિજયન સરકારે સ્પષ્ટ કર્યું છે કે વસ્તીગણતરીની પ્રક્રિયામાં કેન્દ્ર સરકારને પુરતો સહયોગ આપવામાં આવશે.
કેરલ સરકારે શું કહ્યું....
પિનરઈ વિજયન સરકારે કહ્યું છે કે જે રાજ્યોમાં NRC લાગુ કરવામાં આવ્યું છે ત્યાંની સ્થિતિ જોઈને શીખ લેવી જોઈએ. તેમજ કેરલ પોલીસે સરકારને એ બાબતથી આગાહ કર્યાં છે કે NPR અમલમાં મુકવાથી કાયદો અને વ્યવસ્થા ખોરવાઈ શકે છે. તેમજ જિલ્લાધીશોએ પણ સલાહ આપી છે કે જો વસ્તી ગણતરીની સાથે NPRની પ્રક્રિયા કરવામાં આવશે તો વસ્તી ગણતરી બરાબર નહીં થઈ શકે.
CAAની વિરુદ્ધ SCમાં અરજી દાખલ કરી છે
કેરલ સરકારે સુપ્રીમ કોર્ટમાં અનુચ્છેદ 131 અંતર્ગત નાગરિક્તા સંશોધન કાયદા(CAA)ની બંધારણીય માન્યતાને પડકારી છે. તેમજ સરકારે વસ્તી ગણતરી કરનારા તમામ અધિકારીઓને ચેતવણી આપી છે કે ગણતરી દરમિયાન જો કોઈ NPRનો ઉલ્લેખ કરશે તો તેમની સામે પગલા ભરીશું. તેમજ સરકારે તમામ જિલ્લા કલેક્ટરોને પત્ર લખી કર્યું છે કે રાજ્યમાં NPRની તમામ કાર્યવાહી રોકી દેવામાં આવે.