વિવાદ / કેરળ હાથણી હત્યામાં આવ્યો નવો વળાંક, સ્થાનિકોએ કર્યો આ દાવો

Kerala Elephant May Have Eaten Jaggery Coated Cracker Meant for Wild Boars

કેરળમાં એક ગર્ભવતી હાથણીનું ખોરાકમાં ભેળવેલ સ્ફોટક પદાર્થ ખાઈ લેતા તેના મોઢામાં જ ધડાકો થતા તેનું કમકમાટીભર્યું મોત થયું હતું. આ ઘટના હવે એક રાષ્ટ્રીય મુદ્દો બની છે અને દેશના તમામ લોકો એકજુટ થઇને આ જઘન્ય ઘટના ઉપર ફિટકાર વરસાવી રહ્યા છે. જો કે હવે એવી બાબત પણ સામે આવી છે કે આ સ્ફોટક ખોરાક હાથી માટે નહીં પણ જંગલી ભૂંડને મારવા માટે મુકાયેલા હતા. જો કે આ સ્તરની ક્રૂરતા કોઈ પણ પ્રાણી માટે યોગ્ય નથી એવી ચર્ચાઓ થઇ રહી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ