બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / CM કેજરીવાલને સુપ્રીમ કોર્ટથી મોટો આંચકો, વચગાળાના જામીન વધારવાની અરજી ફગાવાઈ

BIG NEWS / CM કેજરીવાલને સુપ્રીમ કોર્ટથી મોટો આંચકો, વચગાળાના જામીન વધારવાની અરજી ફગાવાઈ

Priyakant

Last Updated: 11:16 AM, 29 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Arvind Kejriwal Latest News : દિલ્હીના CM અરવિંદ કેજરીવાલને સુપ્રીમ કોર્ટમાંથી કોઈ રાહત મળે તેમ લાગતું નથી, કોર્ટ રજિસ્ટ્રીએ કેજરીવાલની અરજી સ્વીકારવાનો ઇનકાર કર્યો, 2 જૂને કોર્ટ સમક્ષ કરવું પડશે આત્મસમર્પણ

Arvind Kejriwal : દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને લઈ ફરી મોટી અપડેટ સામે આવી છે. વાત જાણ એમ છે કે, અરવિંદ કેજરીવાલને સુપ્રીમ કોર્ટ તરફથી મોટો ઝટકો લાગ્યો છે. કેજરીવાલે વચગાળાના જામીન વધારવા માટે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી જે ફગાવી દેવામાં આવી છે. કોર્ટ રજિસ્ટ્રીએ કેજરીવાલની અરજી સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો. કારણ કે કેજરીવાલને નિયમિત જામીન માટે ટ્રાયલ કોર્ટમાં જવાની સ્વતંત્રતા આપવામાં આવી છે. આવી સ્થિતિમાં કેજરીવાલની અરજી સાંભળવા લાયક નથી. અહીં નોંધનિય છે કે, હવે સીએમ કેજરીવાલે 2 જૂને આત્મસમર્પણ કરવું પડશે.

અરવિંદ કેજરીવાલને 10 મેના રોજ જસ્ટિસ સંજીવ ખન્ના અને જસ્ટિસ દીપાંકર દત્તાએ વચગાળાના જામીન આપ્યા હતા અને 2 જૂને તિહાર જેલમાં આત્મસમર્પણ કરવાનું કહેવામાં આવ્યું હતું. 17 મેના રોજ પીએમએલએ કેસમાં તેની ધરપકડની કાયદેસરતાને પડકારતી બેન્ચે ED પર તેનો ચુકાદો અનામત રાખ્યો હતો. મંગળવારે સુપ્રીમ કોર્ટની અન્ય બેન્ચે પણ કેજરીવાલની અરજી પર સુનાવણી કરવાનો ઇનકાર કર્યો હતો અને તેમને CJI DY ચંદ્રચુડનો સંપર્ક કરવા કહ્યું હતું.

વધુ વાંચો : તો શું ગૌતમ અદાણીની નજર હવે Paytm પર! ગુજરાતના આ શહેરમાં ડીલ કરાયાની અટકળો, Paytmએ કરી સ્પષ્ટતા

કેજરીવાલે અરજીમાં શું કહ્યું?

અરવિંદ કેજરીવાલે સુપ્રીમ કોર્ટને 6 થી 7 કિલો વજનમાં અચાનક ઘટાડો થવાને કારણે અનેક તબીબી પરીક્ષણો કરાવવા માટે વચગાળાના જામીનનો સમયગાળો સાત દિવસ વધારવાની વિનંતી કરી હતી. કેજરીવાલે 26 મેના રોજ દાખલ કરેલી તેમની અરજીમાં કહ્યું હતું કે તેઓ 2 જૂનના બદલે 9 જૂને આત્મસમર્પણ કરવા માગે છે, જે કોર્ટ દ્વારા જેલમાં પરત ફરવાની તારીખ નક્કી કરવામાં આવી છે.

સંકળાયેલા મુદ્દાઓ

Supreme Court Delhi Arvind Kejriwal
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ