Kejriwal said I love you too after winning the MCD elections 2022 Delhi
MCD election 2022 /
જીતથી ગદગદ થયેલા કેજરીવાલે કહ્યું, I LOVE YOU TOO, કાર્યકર્તાઓએ લગાવ્યાં ભષ્ટાચાર વિરોધી નારા
Team VTV04:25 PM, 07 Dec 22
| Updated: 04:31 PM, 07 Dec 22
દિલ્હી નગર નિગમની ચૂંટણીની આજે મતગણતરી થઇ રહી છે. આમ આદમી પાર્ટીએ MCD ચૂંટણીનાં પરિણામોમાં બહુમત મેળવ્યો છે.
MCDની ચૂંટણી બાદ કેજરીવાલની મોટી પ્રતિક્રિયા
જનતાને કહ્યું, I love tou too
મનીષ સિસોદિયાએ કર્યા વિરોધ પક્ષ પર પ્રહાર
MCD ચૂંટણીનાં પરિણામો આજે જાહેર થયાં છે. મતગણતરી બુધવારે સવારે શરૂ કરવામાં આવી હતી. રાજ્ય ચૂંટણી આયોગે કહ્યું કે તમામ 250 સીટો માટેનાં MCD ચૂંટણીનાં પરિણામો જાહેર કરી દેવામાં આવ્યાં છે. AAP 134, BJP 104 અને કોંગ્રેસે 9 જેટલા તેમજ અપક્ષે 3 સીટો પર જીત મેળવી છે.
કેજરીવાલનું મોટું નિવેદન
AAPએ રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીનાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ચૂંટણીનાં પરિણામો પર પહેલી પ્રતિક્રિયાઓ પણ આવી ગઇ છે. તેમણે કહ્યું કે તે દિલ્હીનાં લોકોનો અભિનંદન માને છે. આ ઘણી મોટી જીત છે. દિલ્હીનાં લોકોને ઘણી શુભેચ્છા, I LOVE YOU TOO. દિલ્બીનાં લોકોએ પોતાના દિકરા-ભાઇને આશીર્વાદ આપ્યાં છે. અમે રાત-દિવસ મહેનત કરીને સ્કૂલ અને હોસ્પિટલોને બરાબર કર્યાં છે.
AAP ने 126 सीटों के साथ बहुमत का आंकड़ा पार किया। भाजपा ने 97 सीटें, कांग्रेस ने 7 सीटें और निर्दलीय उम्मीदवारों ने 3 सीटें जीती।
દિલ્હીને સાફ કરવાની જવાબદારી
સીએમ કેજરીવાલે કહ્યું કે 'આજે દિલ્હીનાં લોકોએ દિલ્હીને સાફ કરવાની જવાબદારી આપી છે. હું દિલ્હીની જનતાનો આ ઉપકાર ક્યારેય નહીં ચૂકાવી શકું.' દિલ્હીમાં આપ કાર્યાલય પર ઉત્સવનો માહોલ છે. આ દરમિયાન આપ કાર્યકર્તાઓએ નારા લગાવ્યાં કે 'ભ્રષ્ટાચારનો એક જ કાળ, કેજરીવાલ'
दिल्ली के लोगों ने मुझे दिल्ली की सफाई, भ्रष्टाचार को दूर करने, पार्क को ठीक करने के साथ कई सारी जिम्मेदारियां दी हैं। मैं दिन रात मेहनत करके कोशिश करूंगा की आपके इस भरोसे को कायम रखूं: MCD में जीत पर दिल्ली के मुख्यमंत्री अरविंद केजरीवाल pic.twitter.com/2nH8HckH8e
દિલ્હી MCD ચૂંટણીમાં કેજરીવાલની જીત
દિલ્હી એમસીડીની ચૂંટણીમાં અરવિંદ કેજરીવાલની આગેવાનીવાળી આમ આદમી પાર્ટીની જીત થઈ છે. AAPને 250 વોર્ડમાંથી અત્યાર સુધી ઓછામાં ઓછી 134 બેઠક મળી છે. ભાજપને 99 અને કોંગ્રેસને 7 બેઠકો મળી છે.
दिल्ली की जनता ने 15 साल की भ्रष्ट भाजपा सरकार को हटा कर केजरीवाल के नेतृत्व में AAP की सराकार बनाने के लिए बहुमत दिया है इसके लिए जनता का धन्यवाद। ये हमारे लिए बहुत बड़ी जिम्मेदारी है: दिल्ली के उपमुख्यमंत्री मनीष सिसोदिया pic.twitter.com/zwPQJPqlM7
શું બોલ્યા મનીષ સિસોદિયા?
દિલ્હીનાં ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ પણ એમસીડી ચૂંટણીમાં આપની જીત માટે દિલ્હીની જનતાને ધન્યવાદ કહ્યું અને બોલ્યાં કે દુનિયાની સૌથી મોટી અને સૌથી નકારાત્મક પાર્ટીની હાર થઇ છે. તેમણે કહ્યું કે આ માત્ર એક જીત નથી પરંતુ દિલ્હીને સ્વચ્છ અને વધુ સારૂં બનાવવાની મોટી જવાબદારી છે.