બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / Politics / દીકરીના લગ્ન પર 1 લાખની સહાય, મફતમાં 10 લાખનો લાઈફ ઈન્સ્યોરન્સ, ચૂંટણી પહેલા કેજરીવાલનું એલાન

માસ્ટર સ્ટ્રોક ! / દીકરીના લગ્ન પર 1 લાખની સહાય, મફતમાં 10 લાખનો લાઈફ ઈન્સ્યોરન્સ, ચૂંટણી પહેલા કેજરીવાલનું એલાન

Last Updated: 08:00 PM, 10 December 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જો કોઈ ઓટો ડ્રાઈવરની દીકરીના લગ્ન થશે તો સરકાર 1 લાખ રૂપિયાની આર્થિક મદદ કરશે. દરેક ઓટો માલિકને 10 લાખ રૂપિયાનો જીવન વીમો અને 5 લાખ રૂપિયાનો સ્વાસ્થ્ય વીમો આપવામાં આવશે.

AAPના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે દિલ્હી ચૂંટણી પહેલા એક મોટું પગલું ભર્યું છે. તેમણે દિલ્હીના ઓટો ડ્રાઈવરોને લઈને પાંચ મોટી જાહેરાતો કરી છે. તેમણે જાહેરાત કરી કે જો કોઈ ઓટો ડ્રાઈવરની દીકરીના લગ્ન થશે તો સરકાર 1 લાખ રૂપિયાની આર્થિક મદદ કરશે. દરેક ઓટો માલિકને 10 લાખ રૂપિયાનો જીવન વીમો અને 5 લાખ રૂપિયાનો સ્વાસ્થ્ય વીમો આપવામાં આવશે.

અરવિંદ કેજરીવાલે કહ્યું, "મારો ઓટો વેન્ડર્સ સાથે ઘણો જૂનો સંબંધ છે. મને યાદ છે કે 2013માં જ્યારે મારી નવી પાર્ટીની રચના થઈ હતી, તે સમયે દિલ્હીમાં કોંગ્રેસની સરકાર હતી. તે સમયે દિલ્હીમાં ઓટો ચાલકોની ઘણી નિંદા કરવામાં આવતી હતી. હું ઓટો ચાલકોના સમર્થનમાં હતો. ગઇકાલે મને ઓટો ચાલકના ઘરે જમવાનું આમંત્રણ આપવામાં આવ્યું હતું, હું કહી શકું છું કે મેં ઓટો ચાલકનું નમક ખાધું છે.

અરવિંદ કેજરીવાલે પાંચ જાહેરાતો કરી

-ઓટો ચાલકો માટે 10 લાખ રૂપિયા સુધીનો જીવન વીમો, 5 લાખ રૂપિયા સુધીનો અકસ્માત વીમો

-ઓટો ડ્રાઈવરની દીકરીના લગ્ન માટે રૂ.1 લાખની સહાય

-વર્ષમાં બે વાર ઓટો ડ્રાઇવરના યુનિફોર્મ માટે રૂ. 2500

-ઓટો ચાલકોના બાળકોના કોચિંગનો ખર્ચ સરકાર ઉઠાવશે

-'પૂછો' એપ્લિકેશનને ફરીથી શરૂ કરવામાં આવશે

અરવિંદ કેજરીવાલ પોતાની પત્ની સાથે કોંડલી વિસ્તારમાં નવનીત કુમાર નામના ઓટો ડ્રાઈવરના ઘરે લંચ લેવા પહોંચ્યા હતા. આ પછી તેમણે આ જાહેરાત કરી. નવનીતે કહ્યું કે અરવિંદ કેજરીવાલે મોટી જાહેરાત કરીને નમકનું ઋણ અદા કરી દીધું છે. . તે ઘરે આવ્યા, રાત્રિભોજન કર્યું અને તેમના પરિવારને મળીને ખુબજ ખુશ છે.

નવનીતે કહ્યું કે તેમણે ભૂતકાળમાં ઓટો ડ્રાઈવરો માટે ઘણું કર્યું છે અને ભવિષ્યમાં પણ કરતા રહેશે. નવનીતની પત્નીએ કહ્યું કે ઘણી વાનગીઓ તૈયાર કરવામાં આવી હતી. કેજરીવાલ અને તેમની પત્ની બંનેને ભોજન પસંદ પડ્યું હતું. તેમણે પરિવારજનોની ખબર-અંતર પૂછી હતી.

આ પણ વાંચોઃ બેંગલુરુને બનાવ્યું ભારતનું સિલિકોન વેલી, અપાવી સમગ્ર વિશ્વમાં ઓળખ, જાણો એસએમ કૃષ્ણાની જીવન સફર

PROMOTIONAL 13

બધાજ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/ એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Auto Drivers Daughter's Marriage Arvind Kejriwal
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ