બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / ઘરમાં 24 કલાક WiFi રાઉટર On રાખવું સ્વાસ્થ્ય માટે છે હાનિકારક! જો-જો તમે તો નથી કરી રહ્યાં ને આ ભૂલ
Last Updated: 03:33 PM, 28 May 2024
ડિજિટલ યુગમાં મોબાઈલ જેવા ગેજેટ અને ઇન્ટરનેટનો ઉપયોગ વધ્યો છે. બાળકોના અભ્યાસમાં અને ઓફિસ વર્ક માટે પણ હવે ઇન્ટરનેટની જરૂર પડે છે. જેથી હવે લોકો ઘરે પણ WiFi કનેક્શન લેવા લાગ્યા છે. આજના જમાનામાં નેટ વગર ચાલે તેમ નથી, WiFi રાઉટરના કારણે હાઈ સ્પીડ નેટ યુઝ કરવા મળે છે જેમાં મોબાઈલ ડેટાની માફક 1 કે 2 GB જેવી લિમિટ નથી હોતી. પરંતુ અનેક લોકો ઘરમાં WiFi રાઉટર 24 કલાક ચાલુ રાખે છે. પણ આવું કરવું તમારા સ્વાસ્થ્ય માટે હાનીકારક સાબીત થાય છે.
ADVERTISEMENT
મોટા ભાગના ઘરોમાં WiFi રાઉટર 24 કલાક ચાલુ રહે છે. જેથી સલાહ આપવામાં આવે છે કે, રાત્રે સૂતા પહેલાં રાઉટર બંદ કરી દેવું જોઈએ. આ સલાહ આપવા પાછળ ઠોસ કારણ જવાબદાર છે. કેમ કે, WiFi રાઉટરમાંથી ઈલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશન બહાર નીકળે છે. લગાતાર ઈલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશનના સંપર્કમાં રહેવાથી શરીર પર ખરાબ અસર થાય છે. શરીરમાં અનેક સમસ્યા પેદા થઈ શકે છે.
એક્સપર્ટ્સની સલાહ માનવામાં આવે તો, લાંબા સમય સુધી ઈલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશન આપણા શરીરના સંપર્કમાં રહે તો અનેક મુશ્કેલી ઊભી થાય છે. જેમાં ઊંઘ ન આવવી સૌથી મોટી સમસ્યા છે. જે લોકોના ઘરોમાં રાઉટર 24 કલાક ચાલુ રહે છે તેમનામાં ઊંઘની સમસ્યા રહે છે. આ સિવાય થાક લાગવો જેવી મુશ્કેલી પણ થાય છે. રેડિયેશન એટલું સ્ટ્રોંગ નથી હોતું કે તેની અસર તુરંત થાય પરંતુ લાંબા સમય બાદ તેની ઈફેક્ટ જોવા મળે છે.
ADVERTISEMENT
વધુ વાંચોઃ VIDEO: ઉનાળામાં આ નંબર પર સેટ કરો રેફ્રિજરેટરને, બિલ આવશે ઓછું!
ઉલ્લેખનીય છે કે, આ મામલે કોઈ ઠોસ વૈજ્ઞાનિક અધ્યયન સામે નથી આવ્યું જેમાં તે સાબીત થતું હોય કે, રાઉટરથી શરીર પર પ્રતિકૂળ અસર પડે છે. તમે રાઉટરની લાંબી લાઇફ માટે પણ રાત્રે બંદ કરી શકો છો.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.