બ્રેકિંગ ન્યુઝ
VTV / Keeping these things in mind doesn't cause arthritis problem
Kashyap
Last Updated: 07:19 PM, 17 December 2019
યુવાનોમાં પણ આર્થરાઇટિસ
ADVERTISEMENT
વધતી ઉંમરમાં આર્થરાઇટિસ સામાન્ય બાબત છે, પરંતુ બદલાતી જીવનશૈલીથી હવે આ તકલીફ નાની ઉંમરના લોકોમાં પણ વધુ જોવા મળે છે. 30થી 35 વર્ષના લોકોને પણ હવે આ સમસ્યા થઇ રહી છે. પહેલા આ બિમારી 60થી 65 વર્ષ બાદ જોવા મળતી હતી. તેમાં સાંઘાને આરામ ન મળવો પણ મુખ્ય કારણ છે.
શરુઆતથી જ ધ્યાન આપો
ADVERTISEMENT
શરુઆતમાં તેની ઓળખ થઇ જાય તો બચાવ શક્ય છે. કેટલીક દવાઓ, જીવનશૈલીમાં પરિવર્તન અને ફિઝિયોથેરેપીથી લાભ મળે છે. તેથી તેનું ધ્યાન રાખો. એક્સ-રે, સીટી સ્કેન, એમઆરઆઇથી તપાસ કરવામાં આવે છે. દર્દીને ઉભા રાખીને એક્સ-રે કરવામાં આવે છે, તેનાથી ઘુંટણની સ્થિતિની જાણ થાય છે.
નશાથી સાંધામા બ્લડ ફ્લો ઘટે છે
નાની ઉંમરમા થાપા કે કોઇપણ સાંધા ખરાબ થવાના કારણોમાં ધુમ્રપાન, આલ્કોહોલ કે પછી યુવાનોમાં બોડી બનાવવા કે પછી દવાઓના માધ્યમથી સ્ટીરોઇડનુ વધુ પડતુ સેવન, રમતગમત દરમિયાન સાંધા પર ઇજા વગેરે છે. વધુ માત્રામાં સ્ટીરોઇડ કે વધુ ધુમ્રપાન કે આલ્કોહોલથી રક્ત સંચાર ઘટવા લાગે છે. તેનાથી બ્લડ હાડકાના સેલ્સ સુધી પહોંચી શકતુ નથી. હાડકાના ટિશ્યુ નષ્ટ થઇ જાય છે. ધીમે ધીમે સાંધા ખરાબ થવા લાગે છે.
આ છે મુખ્ય કારણ
નાની ઉંમરમાં ઘુંટણમાં તકલીફ થવાનું કારણ હેરિડિટી, વધુ વડતુ વજન, વ્યાયામ ન કરવો, સાંધા પર ઇજા થવી તેમજ ખોટી ખાણીપીણી અને લાઇફસ્ટાઇલ છે. જંક અને ફાસ્ટફુડથી શરીરના સાંધાના હાડકાને કેલ્શિયમ અને અન્ય જરુરી ખનીજ મળી શકતા નથી.
આ રીતે શક્ય છે બચવુ
આર્થરાઇટિસ થવાથી રોકી શકાય છે. આ માટે ચાર બાબતોનું ધ્યાન રાખવું જોઇએ. સૌથી પહેલુ વજન નિયંત્રણમાં રાખો. વધુ વજનથી હાડકા પર ભાર પડે છે. બીજું નિયમિત ફિઝિકલ મુવમેન્ટ રાખો. તેનાથી સાંધામા કાર્ટિલેજ ઘટતી નથી. ત્રીજુ 50 વર્ષથી વધુ ઉંમર થાય ત્યારે કેલ્શિયમ અને મિનરલ્સ લો. ચોથી વાત એ કે ઘુંટણમાં દુખાવો થતો હોય તો લાઇફસ્ટાઇલ બદલો.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.