બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / Keeping a black dog at home is considered to be auspicious these gods and goddesses will be happy

જ્યોતિષ શાસ્ત્ર / ઘરે કાળો કૂતરો પાળવો માનવામાં આવે છે શુભ, આ દેવી-દેવતાઓ થશે પ્રસન્ન, ગ્રહ-દોષ થશે દૂર

Arohi

Last Updated: 07:29 PM, 12 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઘણા લોકો ઘરે કૂતરા પાળે છે. જ્યોતિષમાં પણ કાળો કૂતરો પાળવો ખૂબ જ શુભ માનવામાં આવે છે. તેનાથી ઘરમાં બરકત આવે છે અને ઘણા ગ્રહ દોષો પણ દૂર થાય છે.

  • ઘરમાં પાળો કાળો કૂતરો 
  • આ દોષોથી મળશે મુક્તિ 
  • આ દેવી-દેવતાઓ પણ થશે પ્રસન્ન 

બધા પ્રાણીઓમાં કૂતરો સૌથી વફાદાર હોય છે. આજકાલ ઘણા લોકો ઘરે કૂતરા પાળે છે. કેટલાક લોકો કૂતરાને માત્ર શોખ માટે જ નહીં પરંતુ તેને પરિવારનો હિસ્સો પણ બનાવે છે. આ સાથે કૂતરો પણ ઘરની સુરક્ષામાં મહત્વની ભૂમિકા ભજવે છે. 

પરંતુ શું તમે જાણો છો કે ઘરમાં કૂતરાને પાળવાનું પણ જ્યોતિષશાસ્ત્રમાં મહત્વપૂર્ણ ગણાવવામાં આવ્યું છે. તેનાથી કુંડળીમાં રહેલા ઘણા ગ્રહ દોષો દૂર થાય છે અને ઘણી સમસ્યાઓથી રાહત મળે છે.

શનિ અને કેતુ ગ્રહ થાય છે મજબૂત
શાસ્ત્રોમાં કાળો કૂતરો શનિ અને કેતુ ગ્રહોને મજબૂત કરવા માટે શુભ માનવામાં આવે છે. બીજી તરફ વાસ્તુશાસ્ત્રમાં ઘરમાં કૂતરો પાળવો પણ શુભ માનવામાં આવે છે. આ પ્રમાણે જ્યાં કાળો કૂતરો હોય છે ત્યાં નકારાત્મક ઉર્જાનો વાસ નથી થતો.

ઘરે કાળો કુતરો પાળવાના લાભ 
સંતાન સુખની પ્રાપ્તિ માટે 

શાસ્ત્રો અનુસાર જો સંતાન સુખમાં કોઈ પ્રકારનો અવરોધ હોય તો ઘરમાં કાળો કૂતરો રાખવો જોઈએ. તેનાથી સંતાન સુખની પ્રાપ્તિ થાય છે. સંતાન પ્રાપ્તિ અને બાળકના સ્વાસ્થ્ય માટે ઘરમાં કાળો કૂતરો રાખવો શુભ માનવામાં આવે છે.

ધન સંબંધી મુશ્કેલીઓ માટે 
જે ઘરમાં કાળો કૂતરો હોય છે તેને ક્યારેય આર્થિક સંકટનો સામનો કરવો પડતો નથી. સાથે જ કૂતરા પાળવાથી રોકાયેલા પૈસા પણ પાછા મળવા લાગે છે. નોકરી અને કાર્યક્ષેત્રમાં પ્રગતિ માટે કાળો કૂતરો પાળવો ખૂબ જ અસરકારક છે.

ગ્રહ-દોષ થાય છે દૂર 
જ્યોતિષશાસ્ત્રમાં કાળો કૂતરો કેતુ ગ્રહનું પ્રતીક માનવામાં આવે છે. તેથી જ કાળો કૂતરો પાળવાથી કે તેની સેવા કરવાથી કેતુ ગ્રહની અશુભ અસર સમાપ્ત થાય છે. એવું કહેવાય છે કે 22 કે તેથી વધુ નખ ધરાવતા કૂતરાઓ કેતુનું સ્વરૂપ છે. 

કાળો કૂતરો પાળવાથી ભૈરવ બાબા પણ પ્રસન્ન થાય છે. કારણ કે કાળો કૂતરો ભૈરવ બાબાનો સેવક માનવામાં આવે છે. કાળા કૂતરાની સેવા કરવાથી પણ શનિની સાડાસાતની અસર ઓછી થાય છે.

નકારાત્મકતા દૂર કરવા માટે 
કહેવાય છે કે જે ઘરમાં કાળો કૂતરો હોય છે ત્યાં નકારાત્મક ઉર્જા કે શક્તિઓ વાસ કરતી નથી. કારણ કે કૂતરામાં ભવિષ્યની ઘટનાઓ જાણવાની અને નકારાત્મક શક્તિઓને જોવાની શક્તિ હોય છે.

સંકળાયેલા મુદ્દાઓ

God black dog goddesses કાળો કૂતરો કૂતરા DOG
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ