ઘરમાં આ દિશામાં રાખો મોરપીંછ, લક્ષ્મીની કૃપાથી જીવનભર થશે ધનવર્ષા

By : vishal 05:34 PM, 07 January 2019 | Updated : 05:34 PM, 07 January 2019
ભગવાન શ્રી કૃષ્ણનું મોરપીંછ લોકોને પણ ઘણુ પ્રિય હોય છે. ઘણા લોકો મોરપીંછને ઘરમાં સુખ-શાંતિ માટે રાખે છે, તો ઘણા લોકો તેનો સાવરણી તરીકે પણ ઉપયોગ કરે છે. પરંતું તમે જાણો છો કે, મોરપીંછ તમને માલામાલ પણ કરી શકે છે. 

આજે અમે તમને જણાવશું મોરપીંછના કેટલાક એવા ઉપાય, જે કરવાથી તમારી તમામ પરેશાનીઓનો અંત આવી જશે, અને તમે માલામાલ થઇ જશો.- જો તમે ઘરમાં સુખ-શાંતિ ઇચ્છતા હોવ તો ચાર-પાંચ મોરપીંછનો જુડો બનાવી ઘરની પૂર્વ દિશામાં રાખો. જેથી ઘરનું વાતાવરણ શુધ્ધ રહેશે, અને ઘરમાંથી કંકાસ દુર થશે. 

- જો તમારે આર્થિક સમસ્યા રહેતી હોય તો, પૂજા સ્થળ પર મોરપીંછ રાખો. જેથી ઘરમાં કજીયા કંકાસ નહીં થાય, પરિવાર વચ્ચે પ્રેમ વધશે અને તમારી આર્થિક સ્થિતિમાં સુધારો થશે.  

- જો નોકરીમાં તમને પ્રમોશન ન મળતું હોય અને મુશ્કેલીઓનો વધારો થતો હોય તો, ઘરમાં ગણેશજીની મૂર્તી સાથે બે મોરપીંછ રાખો, જેથી તમારી સમસ્યાનો અંત આવશે.

- જો તમને ખરાબ સ્વપ્ન આવતા હોય તો સૂતાં પહેલાં ચાંદીના માદળીયામાં મોરપીંછને ફોલ્ડ કરીને તે માદળીયાને ઓશીકા નીચે રાખવાથી ખરાબ સ્વપ્નથી રાહત મળે છે.- કોઇ કામ અટક્યું હોય અને તે પૂર્ણ કરવા જતા હોવ તો મોરના પીંછાને સાથે રાખવાથી લાંબા સમયથી અટકાયેલા કામનો અંત આવી જાય છે.

- બાળકોનું મન અભ્યાસમાં પરોવવા તેમના પુસ્તકોમાં તેમજ બાળકોના સ્ટડી ટેબલમાં મોરપીંછ રાખવાથી બાળકોની અભ્યાસમાં રુચી વધે છે.

- ઘરનો વાસ્તુદોષ દૂર કરવા ઘરના મુખ્ય દ્વાર ઉપર ત્રણ મોરપીંછ લગાવવાથી આ દોષ દૂર થાય છે.

- ઘરના દક્ષિણ અને પિૃમ ખૂણે મોરપીંછ રાખવાથી ઘરમાં સદા બરકત રહે છે.આ ઉપરાંત વાસ્તુ શાસ્ત્ર મુજબ, કોઇ પણ કુંડળીમાં રાહુ દોષ હોય તો, તે વ્યક્તિએ એક તાવીજમાં મોરપીંછ બાંધીને પોતાના હાથમાં પહેરી લેવું જોઇએ. જેથી વાસ્તુ દોષ ખતમ થઇ જાય છે, અને તમને દરેક જગ્યાએ સફળતા મળે છે.Recent Story

Popular Story