બ્રેકિંગ ન્યુઝ
VTV / NRI News / US સ્ટુડન્ટ વિઝાની અરજી રિજેક્ટ થઈ છે? આ વાતોનું રાખો ધ્યાન, વિઝા મળવાનો ચાન્સ વધશે
Last Updated: 04:30 PM, 5 June 2024
ઘણા લોકો સાથે એવું બને છે કે અભ્યાસ માટે અમેરિકા જવું હોય પણ અમેરિકન વિઝાની ઘણી અરજીઓ રિજેક્ટ થતી હોય છે, તેથી લોકો મૂંઝવણમાં મૂકાઈ જાય છે. એટલા માટે જો અમેરિકન વિઝાની અરજી રિજેક્ટ ન થાય એ માટે શું કરવું જોઈએ એ વિશે જાણીએ. ખૂબ જ સામાન્ય છે કે અમેરિકાના વિઝા રિજેક્ટ થવા, કારણ કે અમેરિકાની સરકાર ત્યાંના ઈમિગ્રેશનનાં નિયમો વધુ ચુસ્ત બનાવી રહી છે. વર્ષ 2023માં અમેરિકાએ 36 ટકા સ્ટુડન્ટ વિઝાની અરજીઓ રિજેક્ટ કરી હતી. ગયા વર્ષે અમેરિકાએ 2,53,355 સ્ટુડન્ટ વિઝા એપ્લિકેશન રિજેક્ટ કરી હતી.
ADVERTISEMENT
સ્ટુડન્ટ વિઝાની અરજી રિજેક્ટ થવાનું એક કારણ એ છે કે સ્ટુડન્ટ વિઝા એપ્લિકેશન કરતા સમયે વિઝાની અરજી કરનાર ઉમેદવારે અમેરિકન સ્ટેટ ડિપાર્ટમેન્ટને ખાતરી કરાવવી પડે છે કે તેઓ તેમનો અભ્યાસ પૂર્ણ થયા પછી હંમેશા માટે અમેરિકામાં સ્થાયી થવાનો ઇરાદો ધરાવતા નથી. જો ઉમેદવાર આવી ખાતરી કરાવવામાં નિષ્ફળ જાય તો વિઝા એપ્લિકેશન રિજેક્ટ થતી હોય છે. એટલે એ જરૂરી છે કે અમેરિકન સ્ટેટ ડિપાર્ટમેન્ટને ખાતરી કરાવો કે તમે માત્ર અભ્યાસ માટે જ વિઝાનો ઉપયોગ કરશો અને વધુ રોકાશો નહીં.
બીજું કારણ એ છે કે અરજી કરતી વખતે માહિતી પૂરી આપી નથી હોતી. અધુરી વિગતો હોય કે જરૂરી ડોક્યુમેન્ટ્સ ન આપ્યા હોય ત્યારે પણ વિઝા એપ્લિકેશન રિજેક્ટ થઈ શકે છે. સાથે જ ફાઈનાન્શિયલ કેપેસિટીના પણ ડોક્યુમેન્ટ આપવા પડે છે. અભ્યાસ કરવા માટે ફી ભરવા માટે અરજદાર સક્ષમ છે એ પણ એપ્લિકેશનની સાથે જ દર્શાવવું પડે છે.
ADVERTISEMENT
સાથે જ તેમનું દેશ સાથેનું મજબૂત કનેક્શન પણ સાબિત કરવું પડે છે. એટલે કે તમારો પરિવાર, પ્રોપર્ટી, આભ્યાસ પછી જોબ વગેરેની ખાતરી આપવી પડે છે. જો અમેરિકામાં અભ્યાસ કર્યા પછી પોતાના દેશ પરત ફરીને તમારું કરિયર બનાવવાના છો એવું દર્શાવો અને અમેરિકન સ્ટેટ ડિપાર્ટમેન્ટને ખાતરી થાય તો સ્ટુડન્ટ વિઝા મળી જાય છે. સાથે જ તેમણે એવું પણ દર્શાવવું પડે છે કે તેઓ અમેરિકામાં કામ કર્યા વિના જ અભ્યાસ કરવાનો અને રહેવાનો ખર્ચ ઉઠાવી શકે છે. જેથી એવું દેખાય છે કે ગેરકાયદેસર અમેરિકામાં સ્થાયી થવાની કોઈ યોજના નથી.
વધુ વાંચો: અમેરિકામાં ગુજરાતીના જ્વેલરી શોરૂમમાં લૂંટ, માત્ર 3 જ મિનિટમાં લાખો ડોલર્સના દાગીનાની ચોરી
ADVERTISEMENT
ટૂંકમાં તમારી પાસે આવશ્યક ડોક્યુમેન્ટ હોવા જોઈએ, ડોક્યુમેન્ટમાં અમેરિકન યુનિવર્સિટી દ્વારા ઓફર કરાયેલું ફોર્મ આઈ-20 હોવું જોઈએ. સ્ટુડન્ટ ઈન્ફોર્મેશન સિસ્ટમ માટે પેમેન્ટનું કન્ફર્મેશન, DS-160 કન્ફર્મેશન પેજ બારકોડ સાથે, કમ્પલિટ ઓનલાઈન વિઝા એપ્લિકેશન ફોર્મ, પર્સનલ માહિતી, ટ્રાવેલ પ્લાન અને એજ્યુકેશનના બેકગ્રાઉન્ડની વિગતો પણ દર્શાવવી જોઈએ. સાથે જ વેલિડ પાસપોર્ટ, વિઝા એપ્લિકેશન ફી રિસિપ્ટ, તાજેતરના પાસપોર્ટ સાઈઝના ફોટો વગેરે પોતાની સાથે રાખો.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.