બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / Free WiFiના ચક્કરમાં ક્યાંક તમારી સાથે સ્કેમ ના થઇ જાય! ભૂલથી પણ આવું ન કરતા
Last Updated: 10:51 AM, 12 February 2025
Free Wi-Fi ના ચક્કરમાં સ્કેમ થઈ શકે છે, તમે કોઈ મોટા સ્કેમનો ભોગ બની શકો છો. તાજેતરમાં, UGC એટલે કે યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશને વિદ્યાર્થીઓને પબ્લિક Wi-Fi નો ઉપયોગ કરીને તેમના પર્સનલ કે પ્રોફેશનલ એકાઉન્ટમાં લોગઈન ન કરવાની સલાહ આપી છે. યુજીસીએ વિદ્યાર્થીઓને ચેતવણી આપી છે કે તેનો ઉપયોગ કરીને લોકો સ્કેમ અથવા છેતરપિંડીનો ભોગ બની શકે છે. જો તમે પણ ફ્રી એટલે કે પબ્લિક વાઇ-ફાઇનો ઉપયોગ કરો છો, તો તમારે ખૂબ કાળજી રાખવાની જરૂર છે. એક નાની બેદરકારી પણ તમારી સાથે મોટા સ્કેમનું કારણ બની શકે છે.
ADVERTISEMENT
શું છે પબ્લિક Wi-Fi?
ADVERTISEMENT
સામાન્ય રીતે બસ સ્ટોપ, રેલ્વે સ્ટેશન, એરપોર્ટ, કાફે, રેસ્ટોરાં અને પબ્લિક લાયબ્રેરી જેવા જાહેર સ્થળોએ મફત Wi-Fi સુવિધા ઉપલબ્ધ હોય છે. યૂઝર્સ આ જગ્યાઓ પર તેમના મોબાઇલ, લેપટોપ, ટેબ્લેટ વગેરે પર કોઈપણ એક્ટિવ ડેટા પ્લાનનો ઉપયોગ કર્યા વિના પણ ઇન્ટરનેટનો ઉપયોગ કરી શકે છે. આવી Wi-Fi સર્વિસને પબ્લિક Wi-Fi કહેવામાં આવે છે. મફત Wi-Fi નેટવર્ક સાથે કનેક્ટ થવા માટે, એક સરળ પાસવર્ડની જરૂર હોય છે. ઘણી જગ્યાએ, પબ્લિક Wi-Fiને ઓપન નેટવર્ક પર રાખવામાં આવે છે, જેના કારણે કોઈપણ વ્યક્તિ પોતાના ડિવાઇસ પર ઇન્ટરનેટનો ઉપયોગ કરી શકે છે.
ફ્રી વાઇ-ફાઇ સાબિત થઈ શકે છે ખતરનાક
નામ પરથી જ સ્પષ્ટ થાય છે કે પબ્લિક Wi-Fi સાથે કોઈ પણ પોતાના ડિવાઇસ કનેક્ટ કરી શકે છે. એવામાં હેકર્સ આ ફ્રી વાઇ-ફાઇને ખૂબ જ સરળતાથી હેક કરી શકે છે. તેઓ ફ્રી વાઇ-ફાઇ સર્વિસમાં ઘૂસીને સરળતાથી વાયરસ કે માલવેર તેની સાથે કનેક્ટેડ ડિવાઇસમાં મોકલી શકે છે. આ જ કારણ છે કે પબ્લિક Wi-Fiમાં ડેટા ચોરી અને હેકિંગનું જોખમ રહે છે.
આ પણ વાંચો: હવે માતાપિતાની નજરમાંથી નહીં છટકી શકશે ટીનેજર્સ, Instaએ લોન્ચ કરી અદભુત ટેક્નોલોજી
પબ્લિક Wi-Fiની સેવાઓ ફ્રી હોવાને કારણે, તેની સિક્યોરિટી અપડેટ્સ પર ધ્યાન આપવામાં આવતું નથી, જેનાથી હેકર્સને કનેક્ટેડ યૂઝર્સના ડિવાઇસમાં ઘૂસવાની તક મળી જાય છે. જે લોકો પબ્લિક વાઇ-ફાઇ દ્વારા ઇન્ટરનેટનો ઉપયોગ કરે છે તેમણે ફ્રી વાઇ-ફાઇ દ્વારા તેમના ઇ-મેઇલ, બેંકિંગ વગેરે સર્વિસનો ઉપયોગ ન કરવો જોઈએ.
શું ન કરવું?
આ પ્રકારની ફ્રી વાઇ-ફાઇ સર્વિસ જાહેર જનતા માટે હોય છે. એવામાં જ્યાં સુધી ખૂબ જ જરૂરી ન હોય ત્યાં સુધી ફોન કે લેપટોપને તેની સાથે કનેક્ટ કરવા જોઈએ નહીં. જો તમે પબ્લિક વાઇ-ફાઇનો ઉપયોગ કરી રહ્યા છો, તો કોઈપણ ડિજિટલ પેમેન્ટ કે સોશિયલ મીડિયા એપ્સ ખોલશો નહીં.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.