આપણા દરેકના ઘરમાં ચા બનતી હોય છે. ચા પીવી લગભગ મોટાભાગે દરેકને ગમે છે. આપણને ઘણી વખત અમુક ચા સારી લાગે તો અમુક ચા પીને ક્યારેય ચા ન પીવાનું મન થાય.
તમે એવો અનુભવ જરૂરથી કર્યો હશે કે કેટલીક જગ્યાએ ચા ખૂબ સ્વાદિષ્ટ લાગે છે અને અને કેટલીક જગ્યાએ ચામાં સ્વાદ આવતો નથી. તેની પાછળનું એક માત્ર કારણ છે કે તેને બનાવવાની રીત કે તે કેવી રીતે સ્વાદિષ્ટ બનાવવામાં આવે છે. આજે અમે તમને જણાનશું ચા બનાવવાની એક એવી રીત કે તમારી ચા સ્વાદિષ્ટ જ બનશે.
એક વ્યક્તિ માટે એક નાની ચમચી ચાની પત્તી ઉમેરવી બિલકુલ યોગ્ય છે. ઉદાહરણ રીતે પ્રતિ 100 મિલીલીટર પાણીમાં તમે બે ગ્રામ ચાની પત્તી ઉમેરો પાણીને બરાબર રીતે ઉકાળવું જોઇએ તેનાથી ચાનો રંગ ખૂબ સારો દેખાય છે. આમ કરવાથી ચાની સુંગંધ પણ પણ ખૂબ સારી આવે છે.
પાણીને પહેલા એક વખત ઉકાળીને તેમા ચાની પત્તી ઉમેરો. ચાની પત્તીને હંમેશા એક એર ટાઇટ ડબ્બામાં બંધ કરીને રાખવું જોઇએ તેનાથી ચાની પત્તી તાજી રહે છે.
આ ઉપરાંત ચા પીવાના કપની વાત કરીએ તો ચીની માટીનો કપ સૌથી વધારે બેસ્ટ હોય છે. કાળી ચા એટલે બ્લેકટીને 5 મિનિટ સુધી ઉકાળવી જોઇએ.
જ્યારે ગ્રીન ટીને વધારે ઉકાળવાની જરૂરત હોતી નથી. જેના માટે બસ ત્રણ મિનિટ જ બરાબર હોય છે. ચા બનાવવા માટે સૌથી બેસ્ટ ઉપાય છે કે પહેલા પાણીમાં ચા પત્તીને બરાબર ઉકાળી લો અને છેલ્લે દૂધ ઉમેરો. તેનાથી ચાનો સ્વાદ સારો આવે છે.