બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / વરસાદમાં કાર ચલાવતી વખતે બસ આટલી બાબતોનું ધ્યાન રાખજો, ક્યાંય નહીં અટવાઓ
Last Updated: 03:11 PM, 11 June 2024
અત્યારે દેશના કેટલાક રાજ્યમાં ચોમાસાનું આગમન થઈ ચૂકયું છે. ચોમાસામાં વાહન ચલાવતી વખતે કેટલીક સાવધાની રાખવાની ખૂબ જરૂર હોય છે. જો તમે ચોમાસા સાવધાની પૂર્વક વાહન નથી ચલાવતા તો મોટો અકસ્માત થઈ શકે છે. જો આ ચોમાસામાં તમે કાર લઈને બહાર નિકળો છો અને અચાનક વરસાદ ચાલુ થઈ જાય છે તો તમારે મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. આ દરમિયાન તમારે કઈ બાબતોનું ધ્યાન રાખવું તે અંગે જાણકારી આપીશું.
ADVERTISEMENT
વિંડશીલ સાફ કરો
ADVERTISEMENT
વરસાદ સમયે વિંડશીલ પર ફોગ જામી જવાની સમસ્યા વધુ રહે છે. કારની અંદર અને બહારનું તાપમાન અલગ અલગ હોવાથી આવું થતું હોય છે. આથી તમારે વરસાદના સમયે ડિફોગરના ફીચરનો ઉપયોગ કરવો. જો તમારી કારમાં ડિફોગરનું ફીચર ના હોય તો ACનો ઉપયોગ કરો. આ ઋતુમાં કારના વાઇપરની બ્લેડ બદલી દેવી જોઈએ.
કારની લાઈટની રાખો કાળજી
જો તમે ઈચ્છો છો કે આ ચોમાસામાં તમને કાર ડ્રાઈવિંગ વખતે કોઈ મુશ્કેલીનો સામનો ન કરવો પડે તો કેટલીક બાબતોને હંમેશા ધ્યાન રાખો. ચોમાસામાં તમારી કારમાં હેન્ડલેમ્પ, ઈન્ડિકેટર્સ અને બીજા ઈલેક્ટ્રિકલ કોમ્પોનન્ટ્સ બરાબર રીતે કામ કરે છે કે નહીં તે બાબતને જરૂરથી ચકાસી લો. નહીં તો કારમાં મુસાફરી વખતે પરેશાનીનો સામનો કરવો પડી શકે છે.
સ્પીડમાં ન ચલાવો કાર
વરસાદની ઋતુમાં ક્યારેય સ્પીડમાં કાર ના ચલાવો. કેમ કે વરસાદના સમયે સ્પીડમાં કાર ચલાવાથી એક્સિડન્ટની શક્યતા વધી જાય છે. આથી કાર ધીમે જ ચલાવો. આ સિવાય વરસાદના સમયે અચાનક બ્રેક પણ ન લગાવો.
બીજા વાહન વચ્ચે અંતર રાખો
જ્યારે વરસાદ પડતો હોય ત્યારે તમારી કાર ડ્રાઈવિંગ વખતે આગળના વાહનની સાવ નજીક ના ચલાવો. બીજા વાહનની નજીક કાર ચલાવાથી અકસ્માત પણ થઈ શકે છે. કેમ કે પલળેલા રોડના કારણે બરાબર બ્રેક ના આવે તો એક્સિડન્ટ થવાની શક્યતા વધી જાય છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.