બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / દિવાળી / દિવાળીમાં ફટાકડા ફોડતી વખતે આટલી બાબતો અવશ્ય ધ્યાનમાં રાખજો, નહીંતર...

photo-story

7 ફોટો ગેલેરી

Diwali 2024 / દિવાળીમાં ફટાકડા ફોડતી વખતે આટલી બાબતો અવશ્ય ધ્યાનમાં રાખજો, નહીંતર...!

Last Updated: 08:13 PM, 31 October 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

ફટાકડા ફોડતી વખતે ખુબજ સાવચેતી રાખવી જોઇએ નહીંતર મોટી દુર્ઘટના ઘટી શકે છે ગીચતાવાળી જગ્યા, સાંકડી જગ્યા કે ઘરમાં ફટાકડા ફોડશો નહિ.વડીલોની ગેરહાજરીમાં બાળકને એકલા ફટાકડા ફોડવા દેશો નહિ.ફટાકડાને ખિસ્સામાં રાખશો નહિ. કે ફોડતી વખતે તેનો ઘા કરશો નહિ

1/7

photoStories-logo

1. ઉજવણીમાં સાવચેતી જરૂરી

દિવાળીમાં ફટાકડા ફોડતી વખતે સાવચેતી રાખવી ખુબજ જરૂરી છે.. એક નાનકડો તણખો પણ બહુ મોટુ નુકસાન કરી શકે છે..ઘણી વખત લોકો ફટાકડા ફોડવામાં બેદરકારી અથવા તો ખોટુ દુસાહસ કરતા હોય છે..આવું કરવાથી બચવું જોઇએ

આ તસવીર શેર કરો

logo logo logo

2/7

photoStories-logo

2. ધ્યાન રાખશો

ફટાકડા ફોડતી વખતે બેદરકારી તમારા તહેવારની મજા સજામાં બદલી શકે છે.. આવી સ્થિતિમાં ફટાકડા ફોડતી વખતે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/7

photoStories-logo

3. બેદરકારી ન દાખવતા

ખાસ કરીને આ સમય દરમિયાન આંખોને ખૂબ કાળજી લેવાની જરૂર છે અને ફટાકડા સળગાવતી વખતે તેની સુરક્ષા કરવી મહત્વપૂર્ણ છે. આ સીવાય પણ બીજી ઘણી તકેદારી રાખવી જોઇએ

આ તસવીર શેર કરો

logo logo logo

4/7

photoStories-logo

4. આંખોની સુરક્ષા

ફટાકડા ફોડતી વખતે તમારી આંખોને સુરક્ષિત રાખવા માટે ચશ્મા પહેરો. આને પહેરવાથી ફટાકડા ફોડતી વખતે ઉડતા તણખાથી તમારું રક્ષણ થશે. આ ઉપરાંત, આ ચશ્મા તમારી આંખોને ફોસ્ફરસના ધુમાડા અને પ્રદૂષણથી પણ બચાવશે . ફટાકડાવાળા હાથથી આંખો ચોળશો નહીં

આ તસવીર શેર કરો

logo logo logo

5/7

photoStories-logo

5. ફટાકડા ફોડતી વખતે એક હાથનું અંતર રાખો

બાળકોને ફટાકડાથી એક હાથનું અંતર જાળવીને ફોડવાની તાલીમ આપો. તેમને કહો કે ફટાકડા સળગાવતી વખતે અગરબત્તીનો ઉપયોગ કરો.

આ તસવીર શેર કરો

logo logo logo

6/7

photoStories-logo

6. ફૂટ્યા વગરના ફટાકડા ચકાસશો નહીં

ફૂટયા વગરના ફટાકડાને ક્યારેય ચકાસવું નહિ. તેને જવા દો કારણ કે ચેક કરવા દરમ્યાન પણ તે ફૂટી શકે છે .

આ તસવીર શેર કરો

logo logo logo

7/7

photoStories-logo

7. આ બાબતોનું પણ ધ્યાન રાખજો

હાથમાં ફટાકડા ફોડવાનું દુસાહસ કરશો નહિં. વાહનમાં ફટાકડા ફોડશો નહિં. ફટાકડા ફોડતી વખતે સીન્થેટીકના કપડાં પહેરશો નહિં.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Mistake Fire Incident Firecrackers

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ