keep these things in mind during travelling in south india this summer vacation travel news
ટ્રાવેલ /
આ ઉનાળા વેકેશનમાં દક્ષિણ ભારત ફરવા જવાનો પ્લાન હોય તો આ વાતોનું રાખજો ધ્યાન
Team VTV08:32 PM, 23 Feb 20
| Updated: 11:00 AM, 24 Feb 20
દેશના દક્ષિણ ભાગમાં મુખ્ય ચાર રાજ્ય કર્ણાટક, કેરળ, તમિલનાડુ, આંધ્ર પ્રદેશ છે. આ દરેક રાજ્ય ભાષા, રીત રિવાજ, ખાણી પીણીની રીતે વિશેષ છે. આ રાજ્યોમાં પ્રવાસીઓનું ખુલ્લા દિલથી સ્વાગત કરવામાં આવે છે. દક્ષિણ ભારતની પરંપરા અને રીતિ રિવાજ આખા ભારત કરતા જુદી છે અને અહીં ફરવા જશો તો તમને આ તમામ બાબતો સાથે રૂબરુ થવાની તક મળશે.
આજે અમે તમને જણાવીશું કે દક્ષિણ ભારતમાં ફરવા જવા દરમિયાન તમારે શું ધ્યાન રાખવું જોઈએ ?
દક્ષિણ ભારતીય શહેરનું હવામાન
દક્ષિણ ભારતના મોટા ભાગના વિસ્તારોમાં આખું વર્ષ સારી અને ઠંડી હવા ફૂંકાય છે. આ સાથે જ વાતાવરણ ભેજવાળુ પણ રહે છે. બેંગ્લોરનું વાતાવરણ આખું વર્ષ સારુ રહે છે, પરંતુ દક્ષિણ ભારતના મોટા ભાગના વિસ્તારોમાં ગરમી વધુ રહે છે. ગરમી દરમિયાન દેશના આ વિસ્તારમાં ફરવા ન જવું જોઈએ કારણ કે ઉનાળા દરમિયાન અહીં તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચે છે.
દક્ષિણ ભારતના લોકોનો સ્વભાવ
જો તમે અહીં ફરવા દરમિયાન કોઈને રસ્તા કે સ્થળો વિશે પૂછશો તો અહીંના લોકો તમને સારો સાથ આપશે. દક્ષિણ ભારતના લોકો જિજ્ઞાસુ અને મૈત્રીપૂર્ણ હોય છે. સાથે જ તમને લોકો રસપ્રદ વાતો અને અનુભવ પૂછશે. દક્ષિણ ભારતમાં રહેતા લોકોનો સ્વભાવ મિલનસાર અને સારો હોય છે, આ વાતનો અંદાજ તમને ફરવા દરમિયાન આવી જ જશે.
સ્થાનિક લોકો જેવા કપડા
દક્ષિણ ભારતમાં ફરવા જતા પહેલા પેકિંગ કરતા સમયે અહીંના લોકોની વેશભૂષા પર વધુ ધ્યાન ન આપો, કારણ કે અહીંના લોકો એવા કપડા પહેરે છે જે તમારા વોર્ડરોબમાં ભાગ્યે જ હોઈ શકે છે. દક્ષિણ ભારતમાં ફરવા જવા દરમિયાન તમે અહીંના વાતાવરણ અને હવામાન જેવા કપડા પહેરી શકો છો. ઢીલા સૂતરના પેન્ટ તમે તમારી બેગમાં રાખો કારણ કે અહીં ખૂબ જ ગરમી પડે છે અને સૂતરના પેન્ટથી તમને ગરમીમાં રાહત રહેશે. મહિલાઓ હળવા અને સિમ્પલ કપડા પહેરી શકે છે.
રોડ પર ભીડ
ભારતના ઘણા મોટા શહેરોની જેમ દક્ષિણ ભારતમાં પણ ખૂબ જ ટ્રાફિક રહે છે. અહીંના રસ્તા પર તમને દરેક પ્રકારના વાહન જોવા મળશે. જો તમે પહેલીવાર દક્ષિણ ભારતમાં જઈ રહ્યા છો તો આ તમામ બાબતો માટે જાતને રેડી કરી લો. ભીડભાડ વાળી બસો, ઓટ રિક્શા, બાઈક, ટ્રક, કારના ટ્રાફિક ઉપરાંત રસ્તા પર પર પાણી ભરાવાની સમસ્યાથી બચવા ઈચ્છો છો તો શુક્રવારે રાત્રે દક્ષિણ ભારતના શહેરોમાં ફરવાથી બચો. વીક એન્ડના કારણે આ શહેરમાં શુક્રવારે રાત્રે રસ્તા પર ખૂબ જ ભીડ રહેતી હોય છે