Team VTV12:23 PM, 13 Aug 19
| Updated: 12:29 PM, 13 Aug 19
આજે અમે તમને કેટલાક સોપારીને લઇને ટોટકા જણાવી રહ્યા છે. જેનાથી તમને ધન લાભ સહિત ઘણા ફાયદા થશે. ઘરના મુખ્ય દરવાજા પર સોપારી લટકાવી રાખવાથી નજર દોષથી બચાવી શકાય છે. ગણેશજી ને સોપારી ચઢાવવાથી કાર્યક્ષેત્રમાં સફળતા મળે છે.
કેટલાક લોકો પાસે ધન ટકતું નથી. એનું કારણ મહેનતમાં કમી નહીં પરંતુ ઘરનો વાસ્તુ દોષ હોઇ શકે છે. એનાથી બચવા માટે સોપારીનો ઉપાય ખૂબ જ કારગર સાબિત થઇ શકે છે. એનાથી ગણેશ જી અને મા લક્ષ્મી પ્રસન્ન થાય છે. એનાથી આર્થિક સ્થિતિ સારા થવાની સાથે બગડેલા કામ પણ બને છે.
જો વાસ્તુ દોષના કારણે રૂપિયા ટકતા નથી તો તિજોરીમાં પાંચ સોપારી મૂકો. આ ઉપાય શુક્રવારે કરો. એનાથી દોષ દૂર થવાની સાથે ધન ટકવા લાગશે.
આર્થિક સ્થિતિને સારી કરવા માટે બુધવારના દિવસે ગણેશજીને પાન અને પાંચ સોપારી ચઢાવો. આવું કરવાથી તમારી નોકરી અને વેપારમાં લાભ થશે.
ગણેશ ચતુર્થીના દિવસે ભગવાનને બે સોપારી અર્પિત કરો. હવે ગણેશજીના કોઇ પણ સિદ્ધ મંત્રનો 108 વખત જાપ કરો. જાપ પૂરો થયા બાદ સોપારી પર ફૂંક મારો. હવે એને લાલ કપડામાં બાંધીને તિજોરીમાં મૂકી દો. એનાથી ધનની વૃદ્ધિ થશે.
કોઇ પણ શુભ કામ કરતા પહેલા ઇશ્વરને સોપારી અર્પિત કરો. એનાથી ઘરમાં સકારાત્મક ઊર્જાનો વાસ થશે.
જો ઘરમાં બરકત થતી નથી તો શ્રાવણના કોઇ પણ દિવસ મેન ગેટ પર લાલ કપડાંમાં સોપારી અને કપૂર બાંધીને લટાકવી દો, એનાથી નજર દોષથી બચાવ થશે.
હવન કરતી વખતે પાન અને સોપારીને યજ્ઞમાં નાંખવાથી પૂજા સંપન્ન માનવામાં આવે છે. એનાથી તમારી ઇચ્છાઓ પણ પૂર્ણ થશે.
જે લોકોને વેપારમાં નુકસાન થઇ રહ્યું છે એમને શનિવારની રાતે પીપળાના ઝાડની પૂજા કરીને સોપારી અને એક રૂપિયાનો સિક્કો ચઢાવવો પડશે. હવે પૂજાના બીજા દિવસે એ ઝાડના પાન તોડીને લાવો અને કાર્યક્ષેત્રમાં મૂકી દો. એનાથી લાભ થશે.
સફળતા મેળવવા માટે પાન પર સાથિયો બનાવો અને એ પાન પર લપેટવામાં આવેલી સોપારી મૂકો. હવે એને ભગવાનને ચઢાવી દો. એનાથી તમારું કામ થઇ જશે.
જો તમારું કોઇ કામ બનતા બનતા અટકી જાય છે તો એક લવિંગ અને સોપારી તમારી પાસે રાખીને ઘરેથી બહાર નિકળો, એનાથી તમારો દિવસ સારો જશે.