બ્રેકિંગ ન્યુઝ
VTV / kedarnath tiple to open on 17 may uttarakhand
Hiren
Last Updated: 02:16 PM, 11 March 2021
ADVERTISEMENT
ઉત્તરાખંડ ચાર ધામ દેવસ્થાનમ પ્રબંધન બોર્ડે આ જાણકારી આપી છે. 17મેના રોજ કેદારનાથ ધામના તો બીજી તરફ 18મેએ બદ્રીનાથ ધામના પણ કપાટ ખુલશે. કેદારનાથ ધામના કપાટ પરંપરા અનુસાર વૈદિક ઉચ્ચારણ સાથે 6 મહિના માટે બંધ કરવામાં આવ્યા હતા.
વરસાદ અને હિમવર્ષાના કારણે વિશ્વ પ્રસિદ્ધ 11મા જ્યોતિર્લિંગ ભગવાન કેદારનાથ ધામના કપાટ ભાઈ બીજના અવસર પર બંધ કરવામાં આવ્યા હતા. ગત વર્ષે 1 લાખ 35 હજાર 23 ભક્તોએ કેદારનાથ મંદિરના દર્શન કર્યા હતા.
ADVERTISEMENT
18 મેના રોજ ખુલશે બદ્રીનાથ મંદિરના કપાટ
ઉત્તરાખંડના ચમોલી ગઢવાલ જિલ્લામાં સ્થિત ચારધામોમાંથી એક બદ્રીનાથના કપાટ પણ 18મેના રોજ સવારે ખોલી દેવામાં આવશે. વસંત પંચમીના અવસરે નરેન્દ્રનગર રાજ મહેલમાં મંદિરના કપાટ ખોલવાના મુહૂર્તની જાહેરાત કરવામાં આવી હતી. 18 મેએ સવારે 4.15 વાગે બદ્રીનાથ મંદિર પણ ભક્તો માટે ખુલ્લુ મુકવામાં આવશે.
The portals of Kedarnath Temple to open on May 17, according to Uttarakhand Char Dham Devasthanam Management Board
— ANI (@ANI) March 11, 2021
(file photo) pic.twitter.com/dwTaSTP8vN
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.