કેદારનાથ મંદિરના કપાટ થયા બંધ. હવે 6 મહિના બાદ ખુલશે દ્વાર

By : krupamehta 11:30 AM, 09 November 2018 | Updated : 11:58 AM, 09 November 2018
નવી દિલ્લી: સુપ્રસિદ્ધ યાત્રાધામ અને 12 જ્યોર્તિલિંગોમાંના એક એવા કેદારનાથ મંદિરના કપાટ આજે ધાર્મિક વિધિ અમે મંત્રોચાર સાથે  બંધ કરવામાં આવ્યા છે. 

કેદારનાથ ધામ ચારેય દિશાઓ વચ્ચે પહાડ અને બરફથી ઘેરાયેલું છે. અહીંયા પહાડ જ નહીં પરંતુ પાંચ નદીઓનો પણ સંગમ થાય છે જેમાં મંદાકીન, ક્ષીરગંગા, સરસ્વતી અને સ્વર્ણગૌરી અલકનંદાનો સમાવેશ થાય છે. જેમાં સહાયક મંદાકીનું મહત્વ આજે પણ અહી જળવાયેલું છે. 

ઉત્તરાખંડનું સૌથી મોટું આ શિવ મંદિર છે, જે કટવા પથ્થરોના વિશાળ શિલાખંડોને જોડીને બનાવાયું છે. આ મંદિર 6 મહિના માટે બંધ રહે છે. ત્યાર બાદ 6 મહિના માટે મંદિરના કપાટ ભક્તો માટે ખોલવામાં આવે છે.Recent Story

Popular Story