લૉકડાઉન / ખૂલ્યા કેદારનાથના કપાટઃ 10 ક્વિન્ટલ ફૂલોથી સજાવાયું મંદિર, PM મોદી તરફથી થઈ પહેલી પૂજા

kedarnath kapaat opened without gathering first worship in the name of pm modi

વિશ્વ પ્રસિદ્ધ કેદારનાથ ધામના કપાટ આજે વિધિ અને પૂજા અર્ચના બાદ ખુલ્લા મુકાયા છે. આજે સવારે 6.10 વાગ્યે કેદારનાથ ધામના કપાટ ખુલ્લા મુકાયા છે. કોરોનાની મહામારીના કારણે ભક્તો કેદારનાથના દર્શન નહી કરી શકે. આ વખતે મંદિરમાં શિવભક્તો નિત્યપૂજા, ઓનલાઈન પૂજા નહી કરી શકે. કપાટ ખોલ્યા બાદ માત્ર ભોગ, શણગાર અને સાંજની આરતી કરવાનો નિર્ણય કરાયો છે. ઉલ્લેખનીય છે કે મંદિરમાં પહેલી પૂજા PM મોદીના નામે સંપન્ન કરાઈ હતી. પૂજામાં 16 પૂજારી સામેલ થયા હતા.

બ્રેકિંગ ન્યૂઝ