બ્રેકિંગ ન્યુઝ
VTV / Kedarnath Dham Kapat opened today with Vedic chanting after two years
ParthB
Last Updated: 04:34 PM, 6 May 2022
ADVERTISEMENT
વૈદિક મંત્રોચ્ચાર સાથે કેદારનાથ ધામના દરવાજા ભક્તો માટે ખુલ્યા
કેદારનાથ ધામના દરવાજા આજે વૈદિક મંત્રોચ્ચાર અને તમામ ધાર્મિક વિધિઓ સાથે ખોલવામાં આવ્યા હતા. સવારે 6.26 કલાકે મંદિરના દરવાજા ખોલવામાં આવ્યા હતા. આ દરમિયાન ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી હાજર રહ્યા હતા. મંદિરને 15 ક્વિન્ટલ ફૂલોથી શણગારવામાં આવ્યું છે. કેદારનાથ ધામના દરવાજા ખોલવાના સમયે 10 હજારથી વધુ ભક્તો હાજર રહ્યા હતા. કોવિડને કારણે મંદિર બે વર્ષથી ભક્તો માટે બંધ હતું. લગભગ બે વર્ષ બાદ ભક્તો બાબાના દર્શન કરી રહ્યા છે.
ADVERTISEMENT
#WATCH केदारनाथ धाम के कपाट श्रद्धालुओं के लिए खोल दिए गए हैं। कपाट खुलने के मौके पर धाम में हजारों की संख्या में श्रद्धालु मौजूद रहे। pic.twitter.com/oAXwVl1cRU
— ANI_HindiNews (@AHindinews) May 6, 2022
ભક્તોને 6 મહિના સુધી બાબાના દર્શન થશે
ભક્તો હવે છ મહિના સુધી બાબા કેદારનાથના દર્શન અને પૂજા કરી શકશે. ગુરુવારે કેદારનાથની પંચમુખી ડોલી ભક્તોના ઉલ્લાસ વચ્ચે ધામમાં પહોંચી હતી. બાબાની ડોલી મંદિરની પાસે પૂર્ણ વિધિ સાથે મૂકવામાં આવી છે. મંદિરમાં પ્રથમ પૂજા PM નરેન્દ્ર મોદીના નામે કરવામાં આવી હતી. તે જ સમયે CM ધામીએ પૂજા અર્ચના કરીને બાબા કેદારના આશીર્વાદ લીધા હતા.
उत्तराखंड: वैदिक मंत्रोच्चार के साथ केदारनाथ धाम के कपाट खुले। इसमें मुख्यमंत्री पुष्कर सिंह धामी ने भी हिस्सा लिया। मंदिर को 15 क्विंटल फूलों से सजाया गया है। केदारनाथ धाम के कपाट खुलने के दौरान 10 हज़ार से ज्यादा श्रद्धालु मौजूद रहे। pic.twitter.com/FRtXmdhDgH
— ANI_HindiNews (@AHindinews) May 6, 2022
પૂજારીઓએ બાબાને ભોગ અર્પણ કર્યા
પૂજારીઓ અને વેદપાઠીઓએ મંદિરના ગર્ભગૃહની સફાઈ કરી અને બાબાને ભોગ ચઢાવ્યા. આ પછી મંદિરની અંદર પૂજા થઈ. આર્મી બેન્ડની ધૂન સાથે સમગ્ર કેદારનાથમાં બાબાનો જયઘોષ ગુંજી ઉઠ્યો હતો. આ દરમિયાન CM ધામી સિવાય BKTCના સભ્યો પણ હાજર હતા.આજે સવારે 11 વાગ્યે વિઘિ-વિધાનની સાથે પંચકેદારના ત્રીજા ભગવાન તુંગનાથના દ્વારા ભક્તો માટે ખોલવામાં આવશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.