બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / બોલિવૂડ / ઘરમાં નહોતું TV, એકાઉન્ટમાં હતા માત્ર 260 રૂ., છતાંય KBCમાં 50 લાખ જીતીને આ યુવકે આદિવાસી સમાજનું નામ રોશન કર્યું
Last Updated: 07:35 PM, 6 September 2024
મધ્યપ્રદેશના બૈતૂલના આદિવાસી યુવકે ફેમસ શો KBC (કોન બનેગા કરોડપતિ)માં 50 લાખ રૂપિયા જીતીને પોતાના ગામ અને જિલ્લાનું નામ રોશન કર્યું છે. આ યુવકના ઘરમાં ટીવી ન હતું. પરંતુ તેણે KBCમાં સવાલોના જવાબ એવી રીતે આપ્યા કે અમિતાભ બચ્ચન પણ પ્રભાવિત થઈ ગયા.
ADVERTISEMENT
બૈતૂલ જિલ્લાના ચિચોલીના એક નાનકડા ગામ અસાડીના આદિવાસી યુવક બંટી વાડિયાનું સિલેક્શન KBCમાં થયું હતું. તેમનો કાર્યક્રમ બુધવાર અને ગુરૂવારે KBC પર પ્રસારિત થયો. KBCમાં જે પ્રકારે મુશ્કેલ સવાલોના બંટીએ સરળ જવાબ આપ્યા તેને જોઈ લોકો આશ્ચર્યચકિત થઈ ગયા.
ADVERTISEMENT
મોબાઈલની લાઈટમાં કરતા હતા અભ્યાસ
અસાડી ગામના ગુબલૂ વાડિવા ખૂબ જ ગરીબ છે. તે ખેતી અને મજૂરી કરીને પોતાના બન્ને દિકરાનું ભરણ પોષણ કરે છે. તેમાંથી બંટીએ પોતાના માતા-પિતાને કામમાં મદદ કરવાની સાથે ગ્રેજ્યુએશન કર્યું. ગામની ઝુપડીના મકાનમાં રહેતા બંટી જ્યારે વિજળી ન હોય ત્યારે મોબાઈલની લાઈટમાં અભ્યાસ કરતા હતા. તેમના ઘરમાં સુવિધા નામની કોઈ વસ્તુ ન હતી. અહીં સુધી કે ટીવી પણ ન હતું.
પોતાની પાસે ન હતો મોબાઈલ
બંટી અભ્યાસમાં ખૂબ જ હોશિયર હતા અને રાજ્ય પ્રશાસનિક સેવાની તૈયારી કરતા ઘણી વખત એમપી પીએસસીની પરીક્ષા આપતા હતા. તેમાં તેમને સફળતા નથી મળી. આ સમય દરમિયાન તેમણે KBCમાં જવાનું સપનું જોયું.
2015-16માં તેમની પાસે મોબાઈલ ન હતો તો તે પોતાના મિત્રોના મોબાઈલથી KBCમાં જવા માટે પ્રયત્નો કરતા હતા અને 2019 તેમણે સતત તૈયારી શરૂ કરી. આખરે 2024માં તેમને સફળતા મળી અને તેમનું સિલેક્શન KBCમાં થઈ ગયું.
જ્યારે બંટી KBCમાં આવવા માટે મુંબઈ આવી રહ્યા હતા તો તેમના ખાતામાં માત્ર 260 રૂપિયા હતા. હોટ સીટ પર બેઠેલા બંટીએ અમિતાભ બચ્ચનને જણાવ્યું કે તેમના પિતાએ ખેતરમાં બોરવેલ કરાવવા માટે 80000 રૂપિયાનું દેવું લીધુ હતું અને તે તેમને ચુકવવાનું છે.
બંટીએ KBCમાં મુશ્કેલ સવાલોના જવાબ સરળ રીતે આપ્યા જેનાથી અમિતાભ બચ્ચન પ્રભાવિત થયા અને આ કાર્યક્રમમાં શામેલ દર્શક પણ બંટીનો તાલીઓ વગાડીને ઉત્સાહ વધારી રહ્યા હતા.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.