બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 03:23 PM, 14 February 2025
દરિયાની વચ્ચે એક વ્હેલ માછલીનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો ચિલીના દૂરના દક્ષિણ પેટાગોનિયા પ્રદેશના બર્ફીલા પાણીનો હોવાનું કહેવાય છે, જ્યાં એક પિતા-પુત્રની જોડી દરિયામાં કાયાક લઈને ફરવા માટે નીકળ્યા હતા પરંતુ ત્યારે જ 24 વર્ષીય કાયાકરને એક હમ્પબેક વ્હેલ ગળી ગઈ.
ADVERTISEMENT
આખી ઘટના તે વ્યક્તિના પિતાએ જ કેમેરામાં રેકોર્ડ કરી લીધી. વીડિયોમાં, એડ્રિયન નામના વ્યક્તિના પિતા, ડેલ, ચીસો પાડતા સાંભળી શકાય છે. વ્હેલ ઝડપથી ઉપર આવે છે અને એડ્રિયનને ગળી જાય છે, પરંતુ થોડા સમય પછી તેને એડ્રિયનને પાછો છોડી દીધો. થોડીક સેકન્ડનો આ વીડિયો જોઇને લોકોના શ્વાસ અટકી જાય છે.
ADVERTISEMENT
એક અહેવાલમાં એડ્રિયનને ટાંકીને જણાવ્યું કે જ્યારે થોડા સમય માટે હમ્પબેક વ્હેલે તેને ઘેરી લીધો ત્યારે તેને કેવું લાગ્યું. તેણે કહ્યું, "મારા ચહેરા પર ચીકણો પદાર્થ ચોંટ્યો હોય એવું લાગ્યું. મેં ઘેરા વાદળી, સફેદ જેવા રંગો જોયા, અને મને લાગ્યું કે પાછળથી કંઈક આવી રહ્યું હતું જે મને બંધ કરી રહ્યું હતું. મને લાગ્યું કે હું કંઈ નહીં કરી શકું અને હવે હું મરી જવાનો છું, મને ખબર નહોતી કે આ બધું શું છે."
એડ્રિયને કહ્યું કે મને લાગ્યું કે જાણે કોઈએ મને બહાર ખેંચી લીધો અને બે સેકન્ડ પછી હું પાછો સપાટી પર આવી ગયો. ત્યારે મને ખ્યાલ આવ્યો કે શું થયું હતું. તેના પિતાએ કહ્યું કે "મને તો ફક્ત એવું લાગ્યું કે જોરદાર લહેર મને પાછળથી ટકરાઈ રહી હોય અને જ્યારે મેં પાછળ જોયું ત્યારે મને એડ્રિયન કે તેનું પેક રાફ્ટ ન દેખાયું, તેથી હું ચિંતિત થઈ ગયો. લગભગ ત્રણ સેકન્ડ પછી મેં જોયું કે તે પાણીની સપાટી પર આવી ગયો છે અને પેક રાફ્ટ તેની પાછળ હતું." સોશિયલ મીડિયા પર વાયરલ વીડિયો જોયા બાદ લોકો તેને ચમત્કાર ગણાવી રહ્યા છે.
આ પણ વાંચો: ભારતીય વૈજ્ઞાનિકોની મોટી સિદ્ધિ, શોધ્યો વિશાળ એલિયન ગ્રહ, ત્રિજ્યા પૃથ્વી કરતા 6.41 ગણી વધારે
આ ઘટના પછી, જ્યારે પિતા-પુત્રની જોડીને ફરીથી પૂછવામાં આવ્યું કે શું તેઓ ફરીથી કાયાકિંગ માટે દરિયામાં જશે, ત્યારે તેઓએ એકસાથે કહ્યું - ચોક્કસ જઈશું. નેશનલ ઓશનિક એન્ડ એટમોસ્ફેરિક એડમિનિસ્ટ્રેશન અનુસાર, હમ્પબેક વ્હેલ સામાન્ય રીતે ક્રિલ અને નાની માછલીઓને ખાય છે. તે ઘણીવાર સમુદ્રની સપાટી પર તરે છે અને સરળતાથી દેખાઈ જાય છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.