બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / ગુજરાત / VTV વિશેષ / ગુજરાતી સિનેમા / અમદાવાદના સમાચાર / 12 કલાકના 40 રૂપિયાની કાળી મજૂરીથી શરૂઆત અને આજે સોશિયલ મીડિયા સ્ટાર છે આ ગુજરાતી સિંગર
Nidhi Panchal
Last Updated: 03:49 PM, 14 August 2024
મારે કપડાં મેચિંગ કરવા છે...હો હો...હો....
ADVERTISEMENT
મારે કપડાં મેચિંગ, મનડા મેચીંગ, દલડાં મેચિંગ કરવા છે..
મારી મિઠ્ઠુડી હારે મન મળે તો ભવના ફેરા ફરવા છે
ADVERTISEMENT
આ ગીત હાલ ગુજરાતમાં ડંકો વગાડી રહ્યું છે. સોશિયલ મીડિયામાં રિલની ભરમાર થઈ છે. રિવરફ્રન્ટથી લઈને રિક્ષામાં ચારે બાજુ આ જ ગીતના શબ્દો સંભળાઈ રહ્યા છે. માત્ર 40 રૂપિયામાં 12 કલાકની નોકરી કરનારા અને રિક્ષા ચલાવી ગુજરાન કરનારા યુવકનું આ ગીત છે, જે સોશિયલ મીડિયામાં રાતોરાત છવાઈ ગયુ છે. ભરવાડ સમાજમાંથી આવતા આ યુવકે ખૂબ જ મુશ્કેલીભર્યું જીવન ગુજાર્યું છે. 'મારે કપડાં મેચિંગ કરવા છે' તે ગીત ગાનાર અને બનાવનાર આ કલાકારનો સંઘર્ષ જાણવા જેવો અને પ્રેરણાદાયક છે. એ 10 બાય 10 ની રૂમ, ફાટેલા તૂટેલા કપડાં અને ચાર ચોપડીનું ભણતર. આશ્ચર્યની વાત છે કે આજે ગુજરાતના ઘરે ઘરેમાં આ યુવકની બોલબાલા છે. હાલ તેમના અનેક ગીતો લોકોના 'દિલના ધબકારા' વધારી રહ્યા છે. તેમનું નામ છે કૌશિક ભરવાડ.
હું 2012માં અમદાવાદ આવ્યો, ત્યારે કંઈ ખબર નહોતી કે અહીંયા શું કરવું જોઈએ? કેવી રીતે પૈસા કમાવા જોઈએ? જો કે, થોડા મિત્રોની મદદથી અમદાવાદમાં જ રિક્ષા ચલાવવાનું શરૂ કર્યું અને 2012થી લઈને 2014 સુધી મેં રિક્ષા ચલાવી છે જોકે રિક્ષા ચલાવતા ચલાવતા મારું નાનપણનું ગાવાનું સપનું તે મેં ક્યારે મૂક્યું ન હતું.
જૂના મિત્રો અને નવા મિત્રો બધાની સામે રાત્રિના સમયે રિક્ષા ચલાવ્યા બાદ ફક્ત આનંદ માટે તેમની જોડે ગાતો હતો, તે સમયે બધા જ મિત્રોએ કહ્યું કે તું તને આ ભગવાને આપેલી ગિફ્ટ છે. તને તો માં સરસ્વતીના આશીર્વાદ છે, તો તું આને જ પોતાનું ભવિષ્ય બનાય. અને પછી મેં થોડા મિત્રોની મદદથી તે સમયે YouTube કે સોશિયલ મીડિયા ન હતું. ફક્ત કેસેટો ચાલતી તો બે કે ત્રણ ગીતોની કેસેટ બનાવી જેમાં મારું 'ફાઈવ સ્ટાર કાનુડો' લોકોને ખૂબ પસંદ આવ્યું હતું. જેના અત્યારના સમયમાં 19 મિલિયન વ્યૂ છે..એ સિવાય 'દોસ્તો મારા જિગરજાન ' જેવા ગીતોની કેસેટ ખરીદવા પડાપડી થતી હતી.
સિંગર કૌશિકભાઈનું કહેવું છે કે મૂળ તો આ ગીત જન્માષ્ટમી માટે બનાવ્યું હતું. આ ગીત અનિલભાઇ અને રાહુલભાઇએ લખેલું છે. અને મ્યુઝિક અજયભાઇએ આપ્યું છે. ખાસ આ ગીતની પાછળ આમ તો લોકોની જ પસંદગી કારણ કે આ ગીત જન્માષ્ટમી અને નવરાત્રીના મ્યુઝિક કન્ટેન્ટ માટે બનાવેલું હતું, અમે ન હતું વિચાર્યું કે લોકોને આ ગીતમાં ફક્ત આ લાઇન ગમી જશે મારે કપડા મેચિંગ કરવા છે. જો કે આ લાઇન પણ નવરાત્રિમાં કપલ રીલ બનાવે અને લોકો મન મૂકીને નાચે એના માટે લખી હતી. પણ લોકોને આ લાઇન ગમવાથી અમે વિચાર્યું કે આ લાઇન ને જ મુખ્ય બનાવીને ગીત હવે રીલીઝ કરીશું કારણ કે કલાકાર તો લોકો જ બનાવે છે.
આ તમામ વાત સાંભળ્યા બાદ મને એક પ્રશ્ન થયો ને તે મેં પૂછ્યું કે કૌશિક ભાઈ તમારા હૃદયથી નજીક કયું ગીત છે. તો ચહેરો પર અલગ જ ઉત્સાહ સાથે તેમણે જવાબ આપ્યો દિલનો ધબકારો નામ સાંભળીને જ ધબકારા વધી જાય તેવું ગીત જેને લોકોએ ખુબજ પસંદ કર્યું હતું અને અત્યારે પણ ઘણા લોકો સાંભળે છે આ ગીત મારા હૃદયથી નજીક એટલા માટે છે કારણ કે આ ગીત મેં જાતે લખ્યું છે એક એક શબ્દ મેં જાતે મારા હૃદયથી લખેલા છે જેના કારણે આ ગીત આજીવન અને કોક ગીત કરતા પણ મારા હૃદયથી નક્કી કરે છે. આપના જણાવી દઈએ કે અત્યાર સુધી કૌશિક ભરવાડ એ લગભગ 100 ઉપર ગીતો ગઈ લીધા છે અને હજુ પણ તેમની સફળ ચાલુ છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
કોમેડીનો સિતારો બુઝાયો / કપિલ શર્માના શોના કોમેડિયન અતુલ પરચુરેનું કેન્સરથી અવસાન, ફિલ્મી જગતમાં શોકની લહેર
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.