અકસ્માત / રોડના કિનારે ઉભી કાર પર ટ્રક પલટાતા 8ના મોત, લગ્નમાંથી પાછા ફરી રહ્યા હતા મૃતકો

kaushambi massive road accidents heavy loaded truck turns over stationary car eight killed

ઉત્તર પ્રદેશના કૌશામ્બી જનપદમાં કડાઘામ કોતવાલીના દેવીગંજ ચાર રસ્તા પર બુધવારે સવારે ભીષણ રોડ અકસ્માત થયો હતો. જેમાં 8 લોકોના મોત થયા હતા. રોડના કિનારે ઉભેલી કાર પર ગ્રીટ(પથ્થર તોડીને બનતી કકરી રેતી) ભરેલો ટ્રક રોડના કિનારા પર પાર્ક કાર પર પલટાઈ ગયો હતો. આ ઘટનામાં કાર સવાર 8 લોકોના મોત થયા હતા. અત્યારે પણ 2 લોકો ત્યાં ફસાયેલા છે. હાલમાં સ્થળ પર ભારે સંખ્યામાં પોલીસકર્મીઓ હાજર છે અને ગેસ કટરની મદદથી ફસાયેલા લોકોને રેસ્ક્યુ કરવાની કામગીરી ચાલી રહી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ