બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / વૈષ્ણોદેવી જનારા શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર, મંદિરની આસપાસ આ 2 ચીજવસ્તુઓ પર મૂકાયો પ્રતિબંધ
Last Updated: 12:51 PM, 5 December 2024
મા વૈષ્ણો દેવીના ભક્તો, આસપાસ રહેતા લોકો અને દુકાનદારો માટે મહત્ત્વના સમાચાર છે. વૈષ્ણોદેવી શ્રાઈન બોર્ડ દ્વારા એક આદેશ જારી કરવામાં આવ્યો છે. આ આદેશ અનુસાર, હવે કટરા અને મંદિરની આસપાસ દારૂ અને માંસાહારી વસ્તુઓનું વેચાણ નહીં થાય. જમ્મુ-કાશ્મીરમાં કટરાના સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ પીયૂષ ધોત્રાએ પ્રતિબંધિત આદેશ જારી કર્યો છે. આ પ્રતિબંધ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (BNSS) ની કલમ 163 હેઠળ લાદવામાં આવ્યો છે અને આ આદેશ આગામી 2 મહિના સુધી અમલમાં રહેશે.
ADVERTISEMENT
આદેશની સાથે જ જણાવવામાં આવ્યું છે કે આ આદેશનો ભંગ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. જમ્મુ અને કાશ્મીરના સૂચના અને જનસંપર્ક નિર્દેશાલય (DIPR) તરફથી એક પ્રેસ નોટ જારી કરીને આ આદેશને લાગૂ કરી દેવામાં આવ્યો છે. આ આદેશ અંગે પોલીસ વિભાગને પણ જાણ કરી દેવામાં આવી છે.
આ વિસ્તારોમાં લાગૂ થશે આદેશ
ADVERTISEMENT
મીડિયા અહેવાલો અનુસાર, ઇંડા, ચિકન, માંસ, સીફૂડ અને અન્ય પ્રાણી ઉત્પાદનો સહિત તમામ પ્રકારના માંસાહારી ખોરાક પર સખત પ્રતિબંધ મૂકવામાં આવશે. આ પ્રતિબંધ કટરાથી લઈને પવિત્ર ગુફાના માર્ગ પર અને આસપાસના રસ્તાઓની 2-કિમીની ત્રિજ્યામાં આવેલા ગામો સહિત ઘણા મહત્ત્વના વિસ્તારોમાં લાગુ પાડવામાં આવ્યો છે. ખાસ કરીને અરાલી, હંસાલી અને મટયાલ જેવા વિસ્તારોમાં પ્રતિબંધ લાદવામાં આવ્યો છે.
આ આદેશનું પાલન કટરા-ટીકરી, કટરા-જમ્મુ, કટરા-રિયાસી અને પંથલ-ડોમેલ રોડ પર પણ ફરજિયાત છે. આ આદેશ ચંબા, સેરલી, ભગતા, કુંડરોરિયન, કોટલી બજાલિયાં, નોમૈન, મઘાલ, નૌ ડેવિયન અને અઘર જિત્તો જેવા ગામોમાં પણ લાગુ કરવામાં આવશે. આ આદેશનો હેતુ મંદિર, પવિત્ર ગુફા અને તેની આસપાસના વિસ્તારોની પવિત્રતા જાળવી રાખવાનો છે, જ્યાં દર વર્ષે લાખો શ્રદ્ધાળુઓ દર્શન માટે આવે છે.
આ પણ વાંચો: પેટ્રોલ-ડીઝલના ભાવ બદલાઈ ગયા! પૂરાવતાં પહેલાં ચેક કરી લેજો કે ક્યાં મળશે સસ્તું
હવે એક કલાકમાં પૂરી થશે યાત્રા
અહેવાલો અનુસાર, મોદી સરકાર માતા વૈષ્ણો દેવીના ભક્તો માટે એક નવો રોપ-વે પ્રોજેક્ટ લાવી છે. આ પ્રોજેક્ટ પૂરો થયા બાદ કટરાથી માતા વૈષ્ણો દેવી ભવન પહોંચવામાં એક કલાકનો સમય લાગશે, જ્યારે હાલમાં 7 કલાક ચડ્યા બાદ ભક્તોને માતા વૈષ્ણો દેવીના દર્શન થાય છે. આ રોપ-વે જમ્મુ-કાશ્મીરના કટરા શહેરમાં બનાવવામાં આવશે. મોદી સરકારે આ પ્રોજેક્ટને મંજૂરી આપી દીધી છે. આ પ્રોજેક્ટ 300 કરોડનો છે. રોપ-વેના નિર્માણ બાદ ભક્તોને મંદિર સુધી પહોંચવા માટે ઘોડા અને હેલિકોપ્ટર ભાડે લેવાની જરૂર નહીં પડે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
સસ્તા રિચાર્જ પ્લાન.. / જિયો યુઝર્સની બલ્લે બલ્લે! 100 રૂપિયાના રિચાર્જ પ્લાનમાં ડેટા-કોલિંગની સાથે મળશે આ ફાયદા
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
સસ્તા રિચાર્જ પ્લાન.. / જિયો યુઝર્સની બલ્લે બલ્લે! 100 રૂપિયાના રિચાર્જ પ્લાનમાં ડેટા-કોલિંગની સાથે મળશે આ ફાયદા
ADVERTISEMENT