કઠુઆમાં થયેલા દુષ્કર્મને મામલે સમગ્ર રાજ્યમાં વિરોધનો વંટોળ

By : krupamehta 12:02 PM, 16 April 2018 | Updated : 12:02 PM, 16 April 2018
સુરત: બળાત્કારની ઘટનાઓથી દેશ શર્મશાર થઇ રહ્યો છે..જેને લઇને ગુજરાતના શહેરો સહિત જિલ્લાઓમાં જોરદાર વિરોધ કરવામાં આવી રહ્યો છે. 8 વર્ષની બાળકીના ન્યાય માટે વિવિધ  આ તરફ મહીસાગર જિલ્લામાં ઉન્નાવ અને કઠુઆ બળાત્કારના વિરોધમાં બાલાસિનોરના કાર્યકર્તાઓ દ્વારા કેન્ડલમાર્ચ યોજાઇ હતી. બીજી તરફ બનાસકાંઠા જિલ્લાના થરાદમાં NSUIના કાર્યકર્તાઓ દ્વારા મહિલાઓની અસુરક્ષાને લઇને કેન્ડલ માર્ચ યોજાઇ હતી. તો  સુરતના પારલે પોઈન્ટ પર યુવાનોએ કેન્ડલ માર્ચ યોજી હતી.

આ ત્રણેય ઘટાઓને લઈને વિરોધ વ્યક્ત કર્યો હતો. વડોદરામાં પણ વિધાર્થીઓ દ્વારા કેન્ડલ માર્ચ યોજવામાં આવી હતી અને આરોપીઓને ફાંસીની સજાની માંગ કરી હતી.  

જ્યારે અમદાવાદના જમાલપુર ખાતે કોલેજની વિદ્યાર્થિનીઓ દ્વારા પણ વિરોધ કરવામાં આવ્યો છે. આરોપીઓની ધરપકડ અને કડક સજાની માગ સાથે વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યુ હતુ. આ વિરોધ પ્રદર્શનમાં ખાડીયાના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા જોડાયા હતા. Recent Story

Popular Story