ગુજરાતમાં હાલ કોરોના વાયરસની મહામારીનો કહેર જોવા મળી રહ્યો છે. ત્યારે આગામી સમયમાં રાજ્યની વિધાનસભા પેટાચૂંટણીને લઇને રાજ્યના મુખ્યપક્ષો દ્વારા તૈયારીઓ શરૂ કરવામાં આવી રહી છે. ત્યારે હાલમાં યોજાયેલ તાલુકા પંચાયતની ચૂંટણીના પરિણામો આવવાની સાથે ભાજપ-કોંગ્રેસ પક્ષમાં જોવા મળી રહ્યો છે. જેમાં કપડવંજ તાલુકા પંચાયતમાં કોંગ્રેસની સત્તા યથાવત રહી છે. કઠલાલ તાલુકા પંચાયતની ચૂંટણીમાં ટાઇ પડતા બાળકીના હાથે ચિઠ્ઠી ઉછાળીને ઉમેદવાર નક્કી કરવામાં આવે છે.
કપડવંજ તાલુકા પંચાયતમાં કોંગ્રેસની સત્તા યથાવત
કઠલાલ તાલુકા પંચાયતની ચૂંટણી ટાઇ
બાળકી હાથે ચિંઠ્ઠી ઉછાળી નક્કી થયા ઉમેદાવાર
બાળકીના હાથે ચિઠ્ઠી ઉછાળી નિર્ણય લેવામાં આવ્યો
તાલુકા પંચાયતની ચૂંટણીમાં સૌથી વધુ રસપ્રદ આજે એક વાત જોવા મળી. જેમાં કઠલાલ તાલુકા પંચાયતની ચૂંટણીમાં પ્રમુખ અને ઉપ પ્રમુખ વચ્ચે ટાઇ પડી હતી. જેને લઇને સ્થાનિકો દ્વારા એક બાળકીના હાથે ચિઠ્ઠીને ઉછાળવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. ત્યારે એક બાળકીના હાથે ચિઠ્ઠીને ઉછાળીને ઉમેદવાર નક્કી કરવામાં આવ્યા હતા.
કપડવંજ તાલુકા પંચાયતમાં કોંગ્રેસની સત્તા યથાવત
રાજ્યમાં આગામી પેટા ચૂંટણી પહેલા કપડવંજને લઇને કોંગ્રેસ માટે રાહતના સમાચાર આવ્યાં છે. જેમાં કપડવંજ તાલુકા પંચાયતમાં કોંગ્રેસની સત્તા યથાવત રહી છે. ભાજપને 10 અને કોંગ્રેસને 16 મત મળ્યાં છે. કોંગ્રેસે કપડવંજ તાલુક પંચાયતમાં સત્તા જાળવી રાખી છે. કપડવંજ તાલુકા પંચાયતમાં પ્રમુખ તરીકે મગુબેન ઝાલા અને ઉપપ્રમુખ તરીકે નવનીત સિંહ ચૌહાણની વરણી કરવામાં આવી છે.
કઠલાલ તાલુકા પંચાયતની ચૂંટણી ટાઇ
જ્યારે કઠલાલ તાલુકા પંચાયતની ચૂંટણીમાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે ટાઇ પડી હતી. ભાજપના પ્રમુખ અને કોંગ્રેસના ઉપ પ્રમુખ વચ્ચે ટાઇ જોવા મળી. જેમાં બાળકીના હાથે ચિઠ્ઠી ઉછાળીને ઉમેદવાર નક્કી કરવામાં આવ્યાં હતા. જેમાં કઠલાલ તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે ભાજપના ગોવિંદભાઇ પરમાર તેમજ કોંગ્રેસના બુધાભાઇ પરમાર ઉપપ્રમુખ બન્યાં છે.
ગાંધીનગર તાલુકા પંચાયતની ચૂંટણી
ગાંધીનગર તાલુકા પંચાયતની ચૂંટણીમાં પ્રમુખ અને ઉપ પ્રમુખની વરણી કરવામાં આવી છે. ભારે વિવાદો વચ્ચે ગાંધીનગર તાલુકા પંચાયતની ચૂંટણીનો અંત આવ્યો છે. જેમાં પ્રમુખ તરીકે કોંગ્રેસના ગોપાલ જી ઠાકોરની વરણી જ્યારે ઉપ પ્રમુખ તરીકે કોંગ્રેસના સુરેશ પટેલની વરણી થઇ છે.